ઉત્તરાયણ પર દેશમાં કોરોના સાતમા આસમાને,24 ક્લાકમાં 2.64 લાખ કેસ નોંધાયા

ભારત દેશમાં ઓમીક્રૉન વેરિયન્ટને કારણે કોરોના વાયરસની ત્રીજી લહેર ચાલી રહી છે

Update: 2022-01-14 04:43 GMT

ભારત દેશમાં ઓમીક્રૉન વેરિયન્ટને કારણે કોરોના વાયરસની ત્રીજી લહેર ચાલી રહી છે. ત્રીજી લહેરના કારણે દરરોજ નવા કેસની સંખ્યામાં સતત વધારો રહ્યો છે. વૈજ્ઞાનિકો માની રહ્યા છે કે હજુ એકથી દોઢ મહિના સુધી તો કેસ વધવાનો ટ્રેન્ડ જ જોવા મળશે ત્યારે આજે પણ કોરોના વાયરસના કેસની સંખ્યામાં વધારો થયો છે. ભારતમાં આજે નવા કેસના આંકડાઓ સામે આવ્યા છે જેમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના બે લાખ 64 હજાર કેસ નોંધાયા છે અને 315 લોકોના મોત થયા છે. ભારતમાં અત્યારે પોઝિટીવીટી રેટ વધીને 14.78% પહોંચી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર આંકડાઓ અનુસાર અત્યારે હાલ દેશમાં 12 લાખ 72 હજાર એક્ટિવ કેસ છે જ્યારે મોતનો ટોટલ આંકડો વધીને 4 લાખ 85 હજાર 350 પર પહોંચી ગયો છે. 

Tags:    

Similar News