તમે તો નથી ને આ ન્યૂરોલોજિયાનો શિકાર, આખો દિવસ મોબાઇલ અને લેપટોપ વાપરતા લોકો ખાસ ચેતજો

મોબાઈલ અને લેપટોપનો વધુ પડતો ઉપયોગ કરતા 80 ટકા લોકો ન્યૂરોલૉજિયાથી પીડિત છે.

Update: 2023-04-24 07:48 GMT

રોજબરોજના જીવનમાં લોકો મોબાઇલ અને લેપટોપ નો વધુ પડતો ઉપયોગ છે. જે કદાચ તેમનું જીવન સરળ બનાવતુ હશે પણ તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત પણ અનેક બીમારીઓ થઈ શકે છે. મોબાઈલ લેપટોપનો વધુ પડતો ઉપયોગ માત્ર આંખો માટે જ નુકસાનકારક નથી, પરંતુ ચેતાના દુખાવાની ફરિયાદો પણ વધારી શકે છે. એક અભ્યાસ અનુસાર, મોબાઈલ અને લેપટોપનો વધુ પડતો ઉપયોગ કરતા 80 ટકા લોકો ન્યૂરોલૉજિયાથી પીડિત છે. આવો જાણીએ શું છે? ન્યૂરોલૉજિયા, તેના લક્ષણો, કારણો અને સારવાર.

ન્યૂરોલૉજિયા શું છે?

ન્યૂરોલૉજિયા એટલે કે ચેતાનો દુખાવો ચોક્કસ ચેતામાં થતા દુખાવા સાથે સંબંધિત છે. જો ન્યૂરોલૉજિયાની ફરિયાદ હોય, તો એક કરતાં વધુ જ્ઞાનતંતુઓમાં દુખાવો ફેલાવવાની સમસ્યા થઈ શકે છે. ન્યૂરોલૉજિયાની સમસ્યામાં શરીરના કોઈપણ જ્ઞાનતંતુને અસર થઈ શકે છે.

ન્યૂરોલૉજિયાનું કારણ:-

ચેતામાં દુખાવો થવાના ઘણા કારણો હોઈ શકે છે. કેમિકલ અને દવાઓ, ડાયાબિટીસ, ઈન્ફેક્શન વગેરેના કારણે નસો પર દબાણ આવે છે. જો નસોમાં બળતરાની સમસ્યા હોય તો ન્યૂરોલૉજિયા થઈ શકે છે. લેપટોપ કે મોબાઈલના વધુ પડતા ઉપયોગથી પણ જ્ઞાનતંતુઓમાં તણાવ થવાથી દુખાવો થઈ શકે છે, જેનાથી ન્યૂરોલૉજિયાની ફરિયાદ વધી જાય છે.

ન્યૂરોલૉજિયાના લક્ષણો:-

· ગરદનથી કોણી અને અંગૂઠા સુધી દુખાવો.

· ખભો સુન્ન થવો

· બળતરા અને સંવેદનહીનતાનો અનુભવાય છે.

Tags:    

Similar News