હસવાના ફાયદા વિશે તો તમે સાંભડ્યુ જ હશે પણ શું તમને ખબર છે કે રડવાના પણ અનેક ફાયદાઓ થાય છે? તો આવો જાણીએ રડવાના ફાયદાઓ વિષે

રડી લેવાથી મન હળવું થઈ જાય છે તેથી હાર્ટ એટેક આવવાની સંભાવના ઘટી જાય છે.

Update: 2023-04-26 07:07 GMT

મનુષ્ય ભાવનાઓ ઘરાવે છે. કયારેક ખુશ હોય તો ક્યારેક દુખી હોય છે. ત્યારે ભાવનામાં વહીને રડવા લાગે છે. જો કે રડતાં લોકોને કમજોર માનવામાં આવે છે. લોકો એવું કેતા હોય છે કે આ તો નાની વાતમાં રડવા લાગે છે. રડવું એ પણ સ્વાસ્થ્ય માટે સારું છે. તો આજે અમે તમને રડવાના ફાયદાઓ વિષે જણાવીશું.

નિષ્ણાંતો ના મત અનુસાર રડવું તે એક થેરપી છે. આ ક્રિયાથી વ્યક્તિની લાગણીઓ બહાર આવે છે. આ સાથે જ શરીરના હાનિકારક ટોક્ષિક પણ બહાર આવે છે. કેટલીક જગ્યાએ તો લોકોને ક્રાઇંગ થેરપી આપવામાં આવે છે. રડવાથી મન હળવું થઈ જાય છે. રડીને મન હળવું કરી લેતા લોકો ડિપ્રેશન અનુભવતા નથી. આ સિવાય રડવાથી પણ અનેક ફાયદાઓ થાય છે. આ સિવાય રડવાથી આંખ બેક્ટેરિયા રહિત બને છે. 10 મિનિટ રડવાથી આંખના 90 ટકા બેકટેરિયા દુર થાય છે. ડોકટરોના જણાવ્યા અનુસાર રડવાથી સ્ટ્રેસ દૂર થાય છે અને બીપી પણ નોર્મલ થાય છે.

રડી લેવાથી મન હળવું થઈ જાય છે તેથી હાર્ટ એટેક આવવાની સંભાવના ઘટી જાય છે. વાસ્તવમાં જે લોકો રડે છે તેમનામાં પોતાની જાતને અભિવ્યક્ત કરવાની ક્ષમતા જે લોકો નથી રડતાં તેના કરતાં સારી હોય છે. રડવાથી તમારામાં રહેલ માનસિક તાણ દૂર થાય છે. માનસીક તાણ એ એક એવી બાબત છે. જે વ્યક્તિના વ્યસ્ત જીવનની ઉપપેદાશ છે જેનો કોઈ અંત નથી. જ્યારે તમારા પરના મનસિક દબાણના કારણે તમે તમારી જાતને પકડી રાખો છો પણ રડવા નથી દેતા ત્યારે તમારામાં એક નકારાત્મકતા પેદા થાય છે. અને આમ નહીં કરવાથી તમને લાંબા ગાળાની સમસ્યા જેમ કે , ડીપ્રેશન, ડાયાબીટીસ, હૃદય રોગ થઈ શકે છે.

તેના કરતાં તો રડી લેવું તે જ યોગ્ય છે. ઇમોશનલ ઇન્ટેલીજન્સ કે પછી ઇમોશનલ ક્વોશન્ટ જેને આજની આધુનિક ભાષામાં EQ કહેવામાં આવે છે તે આજ કાલ એક મહત્ત્વનો માપદંડ છે. જો તમે તમારી જાતને જરૂર પડે ત્યારે રડવા દો તો તો તમારું ઇમોશનલ ઇન્ટેલીજન્ટ તમે નથી રડતાં તેની સરખામણીમાં સારું હોય છે. તેનો સામાન્ય અર્થ એ થાય છે કે તમે ખરેખર તમારી લાગણીને જાણો છો સમજો છો અને તેની પ્રતિક્રિયા આપો છે.

Tags:    

Similar News