IND vs BAN: T20 વર્લ્ડ કપમાં ભારતની ત્રીજી જીત, વરસાદથી પ્રભાવિત મેચમાં બાંગ્લાદેશને 5 રનથી હરાવ્યું

ભારતીય ટીમે રોમાંચક મેચમાં બાંગ્લાદેશને પાંચ રનથી હરાવ્યું હતું. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

Update: 2022-11-02 12:28 GMT

ભારતીય ટીમે રોમાંચક મેચમાં બાંગ્લાદેશને પાંચ રનથી હરાવ્યું હતું. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 184 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશને મેચ જીતવા માટે 185 રન બનાવવાના હતા, પરંતુ વરસાદના કારણે તેને 16 ઓવરમાં 151 રનનો ટાર્ગેટ મળ્યો હતો. તે 16 ઓવરમાં છ વિકેટે 145 રન જ બનાવી શકી હતી.

બાંગ્લાદેશને જીતવા માટે છેલ્લી ઓવરમાં 20 રનની જરૂર હતી. અર્શદીપ સિંહે માત્ર 14 રન આપ્યા હતા. નુરુલ હસન સોહને એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકારીને મેચને છેલ્લા બોલ સુધી લઈ જવી હતી, પરંતુ તે પોતાની ટીમને જીત અપાવી શક્યો નહોતો. આ જીત સાથે ભારત માટે સેમીફાઈનલનો રસ્તો આસાન થઈ ગયો છે. તેના ચાર મેચમાં છ પોઈન્ટ છે. ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. આ સાથે જ બાંગ્લાદેશના ચાર મેચમાં ચાર પોઈન્ટ છે અને તે ત્રીજા સ્થાને છે.

ભારત તરફથી આ મેચમાં વિરાટ કોહલીએ સૌથી વધુ અણનમ 64 રન બનાવ્યા હતા. ભારત તરફથી કોહલી સિવાય કેએલ રાહુલે 32 બોલમાં 50 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવે 16 બોલમાં 30 રન બનાવ્યા હતા. રવિચંદ્રન અશ્વિન છ બોલમાં 13 રન બનાવીને અણનમ રહ્યો હતો. દિનેશ કાર્તિક અને અક્ષર પટેલ સાત-સાત રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. હાર્દિક પંડ્યાએ પાંચ અને રોહિત શર્માએ બે રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી હસન મહમૂદે ત્રણ અને શાકિબ અલ હસને બે વિકેટ ઝડપી હતી.

Tags:    

Similar News