કેરળમાં યહૂદીઓની પ્રાર્થના સભામાં 3 બ્લાસ્ટ:1 મહિલાનું મોત, 25 ઘાયલ

કેરળના એર્નાકુલમમાં રવિવારે એક કન્વેન્શન સેન્ટરમાં ત્રણ બ્લાસ્ટ થયા હતા.

Update: 2023-10-29 07:48 GMT

કેરળના એર્નાકુલમમાં રવિવારે એક કન્વેન્શન સેન્ટરમાં ત્રણ બ્લાસ્ટ થયા હતા. આ ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે 20 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. અહેવાલો અનુસાર, યહૂદી સમુદાયના લોકો સવારે 9.30 વાગ્યાની આસપાસ કલામાસેરી ખાતે કન્વેન્શન સેન્ટરમાં પ્રાર્થના કરી રહ્યા હતા, ત્યારે 5 મિનિટની અંદર સતત ત્રણ ધડાકા થયા હતા.જેહોવાજના વિટનેસેસ સંસ્થાના સ્થાનિક પ્રવક્તા ટીએ શ્રીકુમારે જણાવ્યું હતું કે 9:45 વાગ્યે કન્વેન્શન હોલમાં ત્રણ બ્લાસ્ટ થયા હતા. પ્રાર્થના પુરી થયાની થોડી જ સેકન્ડોમાં બ્લાસ્ટ થયા. પહેલો બ્લાસ્ટ હોલની વચ્ચે થયો હતો. થોડીક સેકન્ડો પછી, હોલની બંને બાજુએ વધુ બે વિસ્ફોટ થયા. એર્નાકુલમમાં જે વિસતારમાં આ વિસ્ફોટ થયા છે, તેની આસપાસ મેટી સંખ્યામાં યહૂદી સમુદાયના લોકો રહે છે.કેરળના એર્નાકુલમમાં ક્લામાસેરીમાં એક કન્વેન્શન સેન્ટરમાં બ્લાસ્ટમાં એક મહિલાનું મોત થયું છે. આ બ્લાસ્ટમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. બ્લાસ્ટ વખતે લગભગ એક હજાર લોકો કન્વેન્શન સેન્ટરમાં હાજર હતા. તમામ હોસ્પિટલોને એલર્ટ કરી દેવામાં આવી છે. પોલીસ ઘટના સ્થળે હાજર છે.NIA પણ પહોંચી ગઈ છે. બ્લાસ્ટનું કારણ બહાર આવ્યું નથી.

Tags:    

Similar News