રાયપુર એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના, હેલિકોપ્ટર લેન્ડિંગ દરમિયાન થયું ક્રેશ

રાયપુર એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના થઈ છે જ્યાં એક હેલિકોપ્ટર લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું હતું.

Update: 2022-05-13 03:58 GMT

રાયપુર એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના થઈ છે જ્યાં એક હેલિકોપ્ટર લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં બે પાઈલટના મોત થયા હતા. આ મોટી દુર્ઘટના બાદ એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ છે. છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલે આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. રાયપુર પોલીસે આ હેલિકોપ્ટર દુર્ઘટનાની પુષ્ટિ કરી છે. રાયપુર પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, આ અકસ્માતમાં કેપ્ટન ગોપાલ કૃષ્ણ પાંડા અને કેપ્ટન એપી શ્રીવાસ્તવનું નિધન થયું છે.

રાયપુર એરપોર્ટ ઉપર આ અકસ્માત રાત્રે 9.10 કલાકે થયો હતો. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું છે કે, "હમણાં જ રાયપુર એરપોર્ટ પર સ્ટેટ હેલિકોપ્ટરની દુર્ઘટના અંગે દુઃખદ સમાચાર મળ્યા. આ દુઃખદ હાદસામાં આપણા બે પાયલોટ કેપ્ટન પાંડા અને કેપ્ટન શ્રીવાસ્તવનું દુઃખદ નિધન થયું છે. ભગવાન તેમના પરિવારના સભ્યોને શક્તિ આપે અને દુઃખની ઘડીમાં દિવંગત આત્માને શાંતિ આપે. ઓમ શાંતિ"

Tags:    

Similar News