1993ના મુંબઇ બ્લાસ્ટના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અબુ બકરની UAEમાંથી ધરપકડ

ભારતીય તપાસ એજન્સીનો દાવો કર્યો છે કે1993ના મુંબઇ બ્લાસ્ટ ના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અબુ બકરની UAEમાંથી ધરપકડ કરવામાં આવી છે.

Update: 2022-02-05 09:12 GMT

ભારતીય તપાસ એજન્સીનો દાવો કર્યો છે કે1993ના મુંબઇ બ્લાસ્ટ ના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અબુ બકરની UAEમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ UAE એજન્સીઓના સહયોગથી કરવામાં આવી છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું કે, તેને ભારત લાવવાના પ્રયાસો કરવામાં આવશે.

વર્ષ 2019માં પણ તે યુએઈમાંથી પકડાયો હતો અને ત્યારબાદ તેને ભારત લાવવામાં કોઈ સફળતા મળી ન હતી. આ વખતે તે ફરી પકડાયો છે અને આ વખતે તેને ભારત લાવવાનો પ્રયાસ થશે. અબુ પર ભારતમાં બ્લાસ્ટ કરવા માટે આરડીએક્સ લાવવાનો આરોપ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તેને પકડવા માટે ઘણા સમયથી ઓપરેશન ચાલી રહ્યું હતું. ધરપકડ પહેલા તે પાકિસ્તાન અને યુએઈમાં છુપાયો હોવાની માહિતી મળી હતી.વાસ્તવમાં અબુ બકરને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની નજીક માનવામાં આવે છે.


Delete Edit

1993ના મુંબઈ વિસ્ફોટોમાં તેની સંડોવણી ઉપરાંત PoKમાં વિસ્ફોટકોની તાલીમ અને આતંકવાદીઓને શસ્ત્રો પૂરા પાડવા જેવા અનેક આરોપો છે. અબુ બકર પર આરોપ છે કે, તેણે મુંબઈ વિસ્ફોટ દરમિયાન મોટી માત્રામાં આરડીએક્સ સપ્લાય કર્યું હતું.12 માર્ચ 1993ના રોજ મુંબઈમાં થયેલા વિસ્ફોટોમાં 257 લોકો માર્યા ગયા હતા. આ દિવસે ક્રમિક રીતે 12 મિનિટમાં એક પછી એક 11 વધુ બ્લાસ્ટ થયા અને મુંબઈની સાથે આખો દેશ ગભરાઈ ગયો. વિસ્ફોટમાં કુલ 257 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 700 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

Tags:    

Similar News