આદિત્ય એલ 1એ મારી એક મોટી છલાંગ, ISROએ વધારી આદિત્ય એલ 1ની ભ્રમણકક્ષા, જાણો હવે પૃથ્વીથી છે કેટલે દૂર...

સૂર્ય મિશન પર મોકલવામાં આવેલ ઈસરોના અવકાશયાન આદિત્ય એલ1 એ સૂર્ય તરફ વધુ એક પગલું ભર્યું છે.

Update: 2023-09-05 05:34 GMT

સૂર્ય મિશન પર મોકલવામાં આવેલ ઈસરોના અવકાશયાન આદિત્ય એલ1 એ સૂર્ય તરફ વધુ એક પગલું ભર્યું છે.આ સ્પેસક્રાફટે એક નવી ભ્રમણકક્ષા એટલે કે ઓર્બિટ હાંસલ કર્યું છે. સાથે જ ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ(ISRO) આ માહિતી આપી છે. જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર આ માહિતી આપતા ઈસરોએ કહ્યું કે આદિત્ય એલ1 મિશનના સૂર્યયાને પૃથ્વીનું બીજું ચક્કર પૂરું કરી લીધું છે. આ માહિતી મંગળવારે બેંગલુરુમાં ISRO ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક (ISTRAC) ના વૈજ્ઞાનિકોએ આપી હતી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ઓપરેશન દરમિયાન મોરેશિયસ, બેંગલુરુ અને પોર્ટ બ્લેરના ઈસ્ટ્રેક/ઈસરો ગ્રાઉન્ડ સ્ટેશનોએ આદિત્ય L1ની સ્થિતિને ટ્રેક કરી હતી.વૈજ્ઞાનિકોનું કહેવું છે કે હવે આદિત્ય 282 કિમી x 40225 કિમીની એલ1ની નવી ભ્રમણકક્ષામાં પહોંચી ગયો છે. આગામી પાંચ દિવસમાં, આદિત્ય L1 તેની ત્રીજી પૃથ્વી-બાઉન્ડ જમ્પ કરવાનો પ્રયાસ કરશે. આ માટે 10 સપ્ટેમ્બરે સવારે 2:30 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે. 

Tags:    

Similar News