આર્યન ખાન હવે SITના હવાલે, ક્રૂઝ ડ્રગ્સ કેસમાં સમન્સ પાઠવવામાં આવ્યુ

Update: 2021-11-07 13:21 GMT

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને આ કેસથી હટાવવામાં આવ્યા છે. હવે તેની તપાસ SITની ટીમ દ્વારા કરવામાં આવશે. સંજય સિંહ નામના અધિકારી આ તપાસનું નેતૃત્વ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાણી અને આર્યન ખાનને પણ અરબાઝ મર્ચન્ટ, અચિત કુમાર સાથે પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે. ઉપરાંત સમીર વાનખેડેના કાર્યો પર સવાલ ઉઠાવનાર નવાબ મલિકના જમાઈ સમીર ખાનને પણ સમન્સ મોકલવામાં આવ્યુ છે. તેમની પણ પૂછપરછ કરવામાં આવશે. નવાબ મલિકે આરોપ લગાવ્યો હતો કે આર્યન ખાનને રિકવરી માટે ફસાવવામાં આવ્યો છે.NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ પોતાની ખાનગી સેના બનાવી છે. આ સેનામાં કિરણ ગોસાવી, સેમ ડિસૂઝા, મનીષ ભાનુશાલી જેવા લોકો છે. આ લોકો અમીર પરિવારના પરિવાર સાથે સંબંધિત લોકોને અને સેલિબ્રિટીઓને ડ્રગ્સના કેસમાં ફસાવે છે અને પછી રિકવર થાય છે. બદલામાં સમીર વાનખેડેએ નવાબ મલિક પર આરોપ મૂક્યો હતો કે તેણે તેના જમાઈ સમીર ખાનનો બદલો લઈ રહ્યા છે.

Tags:    

Similar News