દેશના કરોડો ખેડૂતોને મોટી રાહત, મોદી સરકાર વધારશે ખાતર પર સબસિડી

દેશના 14 કરોડ ખેડૂતોને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે ફર્ટિલાઈઝર સબ્સિડી વધારવાનો નિર્ણય લીધો છે. ખરીફ સીઝન આવી રહી છે

Update: 2022-04-27 10:08 GMT

દેશના 14 કરોડ ખેડૂતોને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે ફર્ટિલાઈઝર સબ્સિડી વધારવાનો નિર્ણય લીધો છે. ખરીફ સીઝન આવી રહી છે અને ખાતર નું રો મટીરીયલ ખૂબ જ મોંઘુ થઈ રહ્યું છે. હાલમાં જ ખાતર કંપની ડીએપી ના ભાવમાં 150 રૂપિયાનો વધારો કર્યો હતો. યુરિયા અને બીજા ખાતરના ભાવમાં વધારો થવાનું અનુમાન છે.

દેશમાં પહેલાથી ડીઝલના વધતા ભાવથી પરેશાન ખેડૂતો પર સરકાર ખાતરનો બોઝ નાખવા નથી માગતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેબિનેટની બેઠકમાં ફર્ટિલાઇઝર સબ્સિડી વધારવા પર મંજૂરી મળી ગઈ છે. સરકાર સબસિડી નહીં વધારે તો ખેડૂતોને મોંઘુ ખાતર ખરીદવા પડશે. હાલમાં સરકાર ખેડૂતોને મોંઘુ ખાતર ખરીદવા નું રાજકીય રિસ્ક લેવા માગતી નથી.સરકારનો પ્રયત્ન છે કે, રો મટિરિયલ રેટમાં વધારો બોઝ ખેડૂતો પર ન પડે. એટલા માટે સબ્સિડીનો વધુ ભાર ઉઠાવવાની તૈયારી કરી રહી છે. કહેવાય છે કે, રશિયા યુક્રેન યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરનું રો મટિરિયલ ના ભાવમાં વધારો આવ્યો છે. કારણ કે, ફોસ્ફેટિક અને પોટેશિયમ ખાતરની સપ્લાઈને પ્રભાવિત કરે છે.

ખાતર કંપનીના જણાવ્યા અનુસાર રો મટીરીયલ ખૂબ જ મોંઘુ થઈ ગયું છે. કેનેડા, ચાઈના, જોર્ડન, મલેશિયા, ઇન્ડોનેશિયા અને અમેરિકાથી ખાતરનું રો મટીરીયલ આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ખાતર સબસિડી 80 કરોડની આસપાસ હોય છે. પણ રો મટીરીયલ ના ભાવ વધવાના કારણે ડીએપી નો ભાવ લગભગ ડબલ થઈ ગયા છે. એટલા માટે સરકાર ભારે સબ્સિડી આપીને ખેડૂતોને રાહત આપી હતી, પણ 2020-21માં ખાતર સબ્સિડી 1.28 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. ત્યાર બાદ ફરી રો મટિરિયલ ના ભાવમાં ઉછાળો આવ્યો, તો પણ સરકારે નિર્ણય કર્યો કે, તેની અસર ખેડૂતો પર ન પડે. 

Tags:    

Similar News