બિહાર : મુઝફ્ફરપુરમાં સર્જાઈ મોટી દુર્ઘટના, 34 બાળકોને લઈ જતી બોટ પલટી મારી ગઈ, 16 બાળકો ગુમ....

બિહારમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં મુઝફ્ફરપુરમાં બાગમતી નદીમાં ગુરુવારે સવારે શાળાએ જવા માટે 34 બાળકો બોટમાં સવાર હતા.

Update: 2023-09-14 10:00 GMT

બિહારમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં મુઝફ્ફરપુરમાં બાગમતી નદીમાં ગુરુવારે સવારે શાળાએ જવા માટે 34 બાળકો બોટમાં સવાર હતા. બોટ પલટી મારી જતાં 16 બાળકો હજુ પણ ગુમ છે. નિક લોકોમાં આ અકસ્માતને લઈને ખુબ ગુસ્સો છે. એવું કહેવાય છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને પહોંચવામાં એક કલાકથી વધુનો સમય લાગ્યો. ગુરુવારે શહેરમાં સીએમ નીતિશકુમારના પહોંચતા પહેલા આ દુર્ઘટના ઘટી જેના કારણે તેના પર રાજકીય ઘમાસાણ મચે તેવા એંધાણ છે. હાલ એનડીઆરએફની ટીમ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. એવું કહેવાય છે કે બોટમાં કેટલીક મહિલાઓ પણ સવાર હતી. બોટ પલટી જવાના સમાચાર ફેલાતા જ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગઆ. અકસ્માતની જાણકારી મળતા જ સ્થાનિક ગોતાખોરો બાળકોને શોધવામાં લાગી ગયા છે. આ ઉપરાંત કેટલાક સ્થાનિકો પણ બાળકોને બચાવવા માટે લાગ્યા હતા. 33માંથી ઘણા બાળકોને બચાવી લેવાયા. પરંતુ 16 બાળકો હજુ પણ ગૂમ છે. એવું કહેવાય છે કે બાળકોને બચાવવા માટે ગયેલો એક સ્થાનિક યુવક પણ ગૂમ છે. હાલ રેસ્ક્યૂ વર્ક ચાલુ છે. 

Tags:    

Similar News