લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસનો મેનીફેસ્ટો જાહેર, અનેક વચનોની કરાય લહાણી

દિલ્હીમાં કોંગ્રેસ મુખ્યાલયમાં સોનિયા, રાહુલ, ખડગે અને મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ પી ચિદંબરમે 5 ન્યાય અને 25 ગેરંટીનું એલાન કર્યું છે.

Update: 2024-04-05 08:12 GMT

લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે શુક્રવારે એટલે આજે પોતાનો ઘોષણા પત્ર જાહેર કર્યો છે. દિલ્હીમાં કોંગ્રેસ મુખ્યાલયમાં સોનિયા, રાહુલ, ખડગે અને મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ પી ચિદંબરમે 5 ન્યાય અને 25 ગેરંટીનું એલાન કર્યું છે. પાર્ટીના ઘોષણા પત્રમાં મજૂરોને દિવસના 400 રૂપિયા અને ગરીબ પરિવારની મહિલાઓને વાર્ષિક 1 લાખ રૂપિયા આપવા અને MSPને કાયદો બનાવવાનો ઉલ્લેખ છે.કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં યુવા, મહિલા, મજૂર અને ખેડૂતો પર ફોકસ કર્યું છે. આ બધા વર્ગો માટે વિવિધ પ્રકારની સ્કીમનું વચન આપ્યું છે. પાર્ટીએ કહ્યું છે કે તેમનો ઘોષણા પત્ર વર્ક, વેલ્થ અને વેલફેર પર આધારિત છે. અહીં વર્ક એટલે રોજગાર, વેલ્થ એટલે આવક અને વેલફેર એટલે સરકારી સ્કીમના ફાયદા આપવાની વાત કહેવામાં આવી છે.

Tags:    

Similar News