અક્ષરધામ કેસની જેમ ફાંસી રદ કરાવીશું, જમીયત ઉલમાના અધ્યક્ષનું નિવેદન સામે આવ્યું

મૌલાના અરશદ મદનીએ કહ્યું કે અમને વિશ્વાસ છે કે હાઈકોર્ટમાં અમને પૂરો ન્યાય મળશે.

Update: 2022-02-19 06:17 GMT

જમીયત ઉલમા એ હિંદના અધ્યક્ષ મૌલાના અરશદ મદનીએ અમદાવાદ બોમ્બ વિસ્ફોટ કેસમાં સ્પેશીયલ કોર્ટે આપેલા ચુકાદાને લઈને નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, અમે કોર્ટે આપેલા આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવાન નિર્ણય કર્યો છે. મૌલાના અરશદ મદનીએ 38 દોષિતોને મોતની સજા અને 11 દોષિતોને આજીવન કારાવાસની સજા અંગે આપેલા પોતાના નિવેદનમાં કહ્યું કે- અમે આ સજા સામે હાઈકોર્ટમાં જશું અને કાયદાકીય લડતને આગળ પણ જાળવી રાખશું.

મૌલાના અરશદ મદનીએ કહ્યું કે અમને વિશ્વાસ છે કે હાઈકોર્ટમાં અમને પૂરો ન્યાય મળશે. અગાઉ પણ અનેક કેસોમાં નીચલી કોર્ટ દ્વારા સજા પામેલા દોષિતોને હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં નિર્દોષ જાહેર કરવામાં આવેલા છે અને તેમને છોડી મુકવામાં આવેલા છે.મૌલાના અરશદ મદનીએ કહ્યું હતું કે, અક્ષરધામ મંદિર હુમલા કેસનું એક મોટું ઉદાહરણ આપણી પાસે છે જ. તેમા નીચલી કોર્ટે મુફ્તી અબ્દુલ કય્યુમ સહિત 3 લોકોને ફાંસીની સજા આપેલી. 4 વ્યક્તિને આજીવન કારાવાસની સજા આપી હતી. ગુજરાત હાઈકોર્ટે નીચલી અદાલતના ચુકાદાને યથાવત રાખ્યો હતો. પણ, જ્યારે આ કેસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો અને ત્યાં વાતને રજૂ કરવામાં આવી તો સુપ્રીમ કોર્ટે તમામ લોકોને નિર્દોષ છોડી દીધા હતા.મૌલાના અરશદ મદનીએ કહ્યું કે બોમ્બ વિસ્ફોટ જેવા મોટાભાગના ગંભીર કેસોમાં નીચલી કોર્ટો કઠોર ચુકાદા આપે છે. આરોપીને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાંથી હંમેશા રાહત મળે છે. અમને આશા છે કે આ કેસમાં પણ આરોપીઓને રાહત મળશે. તેણે કહ્યું કે જો જરૂર પડશે તો અમે સુપ્રીમ કોર્ટમાં જશું.મને આશા છે કે આ વખતે પણ અમદાવાદ વિસ્ફોટ કેસમાં આરોપીઓને સુપ્રીમ કોર્ટથી ફાંસી તથા આજીવન કેદની સજાથી બચાવવા તથા મુક્ત થવામાં સફળતા મળશે.

Tags:    

Similar News