IPhoneએ બનાવ્યો હત્યારો : IPhone મેળવવાની લાલચમાં હેમંતે જ કરી નાખી હેમંતની હત્યા, વાંચો સમગ્ર મામલો..!

આઇફોનની લાલસામાં લોકો કાતિલ બની જાય છે તેનાથી વધુ નવાઇની કોઇ વાત નથી. હા આ વાત સાચી છે.

Update: 2023-02-20 06:19 GMT

આઇફોનની લાલસામાં લોકો કાતિલ બની જાય છે તેનાથી વધુ નવાઇની કોઇ વાત નથી. હા આ વાત સાચી છે. હકીકતમાં આઈફોન મેળવવાના ક્રેઝે કર્ણાટકના હાસનમાં એક યુવકને ખૂની બનાવી દીધો. આ ઘટના શનિવારની છે. એક યુવકે ઈ-કોમર્સ ડિલિવરી બોયને માત્ર એટલા માટે મારી નાખ્યો કારણ કે તેની પાસે સેકન્ડ હેન્ડ આઈફોન માટે ચૂકવણી કરવા માટે પૈસા ન હતા જે તેણે ઓનલાઈન ઓર્ડર કર્યો હતો. સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે મૃતક અને આરોપી બંનેનું નામ હેમંત હતું.

11 ફેબ્રુઆરીએ, અર્સિકેર શહેરમાં અંકકોપ્પલ રેલવે સ્ટેશન નજીક, કર્ણાટક પોલીસને એક સળગેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતા અધિકારીઓએ તુરંત જ મામલાની તપાસ માટે એક ટીમની રચના કરી હતી. તપાસમાં થયેલા ખુલાસાથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, 20 વર્ષીય હેમંત દત્તે તાજેતરમાં એક ઈ-કોમર્સ પોર્ટલ પર સેકન્ડ હેન્ડ આઈફોનનો ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર મળ્યા બાદ કંપનીએ ડિલિવરી બોય હેમંત નાઈકને આરોપીના ઘરે મોકલ્યો. આરોપીએ પૈસા લઈ આવવાનું કહી અંદર રાહ જોવા કહ્યું. પરંતુ થોડી જ વારમાં આરોપી છરી સાથે પાછો ફર્યો અને ડિલિવરી બોય પર છરી વડે હુમલો કરીને  હત્યા કરી નાખી હતી ડિલિવરી બોયની હત્યા કર્યા પછી મૃતદેહને ઘરમાં જ સંતાડી દીધો હતો. ત્રણ દિવસ સુધી તે મૃતદેહનો નિકાલ ક્યાં કરવો તે અંગે વિચારવા લાગ્યો. પરંતુ કોઈ રસ્તો ન મળતાં તેણે મૃતદેહને બોરી વડે ઢાંકી દીધો અને તેને સ્કૂટીમાં ભરીને લગભગ 4.50 વાગે સંતાડવા નીકળ્યો. મૃતદેહને રેલ્વે સ્ટેશનની ઝાડીઓ પાસે પહોંચ્યો અને પછી સ્કૂટીમાંથી બોરી કાઢીને આગ ચાંપી દીધી હતી.

Tags:    

Similar News