હવે જલિયાંવાલા બાગ સ્મારક આ રીતે દેખાય છે, જુઓ તસવીરો

Update: 2021-08-28 07:25 GMT

અંગ્રેજો સામે આઝાદીની લડાઈમાં પંજાબના અમૃતસરમાં સુવર્ણ મંદિર પાસે આવેલા જલિયાંવાલા બાગ ખાતે 13 એપ્રિલ 1919ના રોલેટ એક્ટનો વિરોધ કરવા માટે એક બેઠક યોજાઈ રહી હતી. જેમાં જનરલ ડાયર નામના અંગ્રેજ અધિકારીએ તે સભામાં ઉપસ્થિત ભીડ પર ગોળીબાર કર્યો હતો જેમાં 400 થી વધુ લોકો માર્યા ગયા અને 2000 થી વધુ ઘાયલ થયા.

આ ઐતિહાસિક સ્થળ જલિયાવાલા બાગ સ્મારક બનાવવામાં આવ્યું હતું જેનું હાલમાં નવીનીકરણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 6:25 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જલિયાંવાલા બાગ સ્મારકનું નવીનીકરણ કરાયેલ સંકુલ રાષ્ટ્રને સમર્પિત કરશે. પીએમ મોદી આ સ્મારકમાં બનેલ મ્યુઝિયમ ગેલેરીનું ઉદ્ઘાટન પણ કરશે.

Delete Edit

લાંબા સમયથી બંધ પડી ગયેલી અને નબળી પડેલી ઇમારતોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે ચાર મ્યુઝિયમ ગેલેરી બનાવવામાં આવી છે. આ ગેલેરીઓ તે સમયગાળા દરમિયાન પંજાબમાં બનેલી વિવિધ ઘટનાઓનું વિશેષ ઐતિહાસિક મહત્વ દર્શાવે છે.

આ ઇવેન્ટ્સને દર્શાવવા માટે ઓડિયો-વિઝ્યુઅલ ટેકનોલોજી દ્વારા પ્રેઝન્ટેશન કરવામાં આવશે, જેમાં મેપિંગ અને 3D ઇલસ્ટ્રેશન તેમજ કલા અને શિલ્પ સ્થાપનોનો સમાવેશ થાય છે. આ કેમ્પસમાં વિકાસની અનેક પહેલ કરવામાં આવી છે. પંજાબની સ્થાનિક સ્થાપત્ય શૈલી અનુસાર, વારસાને લગતા વિગતવાર પુન: નિર્માણ કાર્યો કરવામાં આવ્યા છે.

નવા વિકસિત ઉત્કૃષ્ટ માળખા સાથે શહીદી કૂવાનું સમારકામ અને પુન: નિર્માણ કરવામાં આવ્યું છે. આ બગીચાનું કેન્દ્રીય સ્થળ ગણાતા 'જ્વાલા સ્મારક' નું નવીનીકરણ કરવામાં આવ્યું છે, અહીં સ્થિત તળાવને 'લીલી તળાવ' તરીકે પુન: વિકાસ કરવામાં આવ્યો છે, અને લોકોને અનુકૂળ આવે તે માટે આવવા -જવાના માર્ગને પહોળા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, મોક્ષસ્થલ, અમર જ્યોત અને ધ્વજ મસ્તુલને સમાવવા માટે ઘણા નવા વિસ્તારો વિકસાવવામાં આવ્યા છે. 

Tags:    

Similar News