જમ્મુ કાશ્મીર : કતરામાં ભૂકંપનાં ઝટકા અનુભવાયા, 3.9 તીવ્રતાનો ભૂકંપ નોધાયો

જમ્મુ કાશ્મીરનાં કતરામાં લોકોએ અડધી રાત્રે ભૂકંપનાં આંચકા અનુભવ્યાં

Update: 2022-08-23 04:45 GMT

જમ્મુ કાશ્મીરનાં કતરામાં સોમવારે મોડી રાત્રે ધરતી કંપનાં કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. જમ્મુ કાશ્મીરનાં કતરામાં લોકોએ અડધી રાત્રે ભૂકંપનાં આંચકા અનુભવ્યાં હતા. જાણકારી અનુસાર રાત્રે 2 વાગીને 20 મિનિટે ભૂકંપનાં ઝટકા અનુભવાયા હતા અને તેનાં કારણે આસપાસનાં વિસ્તારોમાં લોકો ગભરાઈ ગયા હતા.

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.9 જેટલી નોંધાઈ હતી. ભૂકંપ જમ્મુ કાશ્મીરનાં કતરાથી પૂર્વ તરફ 61 કિલોમીટર દૂર નોંધાયો હતો.

Tags:    

Similar News