કર્ણાટક DRDOનું તપસ ડ્રોન થયું ક્રેશ, ટેસ્ટ માટે ઉડતું ડ્રોન ક્રેશ થઈ ખુલ્લા મેદાનમાં પડ્યું....

ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનને રવિવારે એક ખરાબ સમાચારનો સામનો કરવો પડ્યો હતો. ટેસ્ટ ફ્લાઇટ દરમિયાન ડ્રોન ક્રેસ થયું હતું.

Update: 2023-08-21 07:51 GMT

કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લાના એક ગામમાં તપસ ડ્રોન રવિવારે ટેસ્ટ ફલાઇટ દરમિયાન ક્રેશ થયું હતું. ધડાકાભેર અવાજ સાથે યુએવી ક્રેશ થતાં મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ પર એકઠા થઈ ગયા હતા અને સ્થાનિક પોલીસને જાણ કરી હતી.

ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) ને રવિવારે એક ખરાબ સમાચારનો સામનો કરવો પડ્યો હતો. ટેસ્ટ ફ્લાઇટ દરમિયાન ડ્રોન ક્રેસ થયું હતું. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. ડ્રોન ખાલી મેદાનમાં પડ્યું હતું. હાલ અકસ્માતના કારણની તપસ કરવામાં આવી રહી છે. ડ્રોન ક્રેશ થયા બાદ તેના સાધનો જમીન પર વેરવિખેર થઈ ગયા હતા. તમને જણાવી દઈએ કે સરહદો પર નજર રાખવા અને દુશ્મનો પર હુમલો કરવા માટે તપસ ડ્રોન વિકસાવવામાં આવી રહ્યું હતું. જો કે તેને હાલ ભારતીય સેનામાં સામેલ કરવામાં આવ્યું નથી. આ ડ્રોન 30 હજાર ફૂટની ઊંચાઈ સુધી ઊડી શકે છે. આ સ્વદેશી ડ્રોનનો ઉપયોગ સરહદોની દેખરેખ અને દુશ્મનો પર હુમલો કરવા માટે બનાવવામાં આવ્યું હતું.

Tags:    

Similar News