Karnataka Election EXIT POLL: કર્ણાટકમાં કોની સરકાર બનશે..?

કર્ણાટકમાં 224 બેઠક પર પણ મતદાન પૂર્ણ થયું છે. 65.69% મતદાન થયું. હવે પરિણામની રાહ જોવાઈ રહી છે

Update: 2023-05-10 15:38 GMT

કર્ણાટકમાં 224 બેઠક પર પણ મતદાન પૂર્ણ થયું છે. 65.69% મતદાન થયું. હવે પરિણામની રાહ જોવાઈ રહી છે, પરંતુ એ પહેલાં એક્ઝિટ પોલ. કોંગ્રેસ ત્રણ ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી હોય એવું લાગી રહ્યું છે. મતલબ સરકાર રચવાના આંકડાથી 5થી 10 સીટ દૂર છે. 4 સર્વે જેડીએસને 21થી 33 સીટ સાથે કિંગમેકર જણાવી રહ્યા છે, એટલે કે 2018ની જેમ ફરી એકવાર જેડીએસ વિના કોંગ્રેસ કે ભાજપની સરકાર નહીં બને.

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ બાદ હવે કોની જીત થશે? તે મામલેના એક્ઝિટ પોલ પણ સામે આવી ગયા છે. જેમાં ખાનગી ન્યુઝ ચેનલના અહેવાલ મુજબ સ્પષ્ટ બહુમતી સાથે કોંગ્રેસ સત્તા પર આવી રહી છે. મહત્વનું છે કે 224 બેઠક ધરાવતા કર્ણાટક રાજ્યમાં કોંગ્રેસને ફાળે 124 થી 140 બેઠકો દર્શાવાય રહી છે. તો ભાજપના નામે 62 થી 80 બેઠકો જોડાઈ તેવું સામે આવી રહ્યું છે. સાથે સાથે જેડીએસને 20 થી 25 બેઠકો મળે અને ત્રણ બેઠકો મળે તેવા એક્ઝિટ પોલના દાવો કરવામાં આવી રહ્યો છે.

Tags:    

Similar News