કર્ણાટકના નવા મુખ્યમંત્રી પદના બસવરાજ બોમ્મઈ આજે શપથ લેશે, સાથે 3 ઉપમુખ્યમંત્રી પણ બનાવાશે

કર્ણાટકના ગૃહ રાજ્યમંત્રી બસવરાજ બોમ્મઈ હવે રાજ્યના નવા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે, ત્યારે તમામ ધારાસભ્યોએ બોમ્મઈના નામનો સ્વીકાર કર્યો છે.

Update: 2021-07-28 05:23 GMT

કર્ણાટકના ગૃહ રાજ્યમંત્રી બસવરાજ બોમ્મઈ હવે રાજ્યના નવા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે, ત્યારે તમામ ધારાસભ્યોએ બોમ્મઈના નામનો સ્વીકાર કર્યો છે.

ભાજપની ધારાસભ્ય દળની બેઠકમાં બીએસ યેદિયુરપ્પાએ કર્ણાટક રાજ્યના નવા મુખ્યમંત્રી પદ માટે બસવરાજ બોમ્મઈના નામ પર પ્રસ્તાવ રાખ્યો હતો. જેનું સમર્થન સૌથી પહેલા ગોવિંદ કરલોજે કર્યુ હતું. જોકે, ત્યારબાદ તમામ ધારાસભ્યોએ પણ બસવરાજ બોમ્મઈના નામનો સ્વીકાર કર્યો હતો.

જોકે, બસવરાજ બોમ્મઈ બુધવારના રોજ કર્ણાટકના નવા મુખ્યમંત્રી પદ માટેના શપથ લેવા જઈ રહ્યા છે, ત્યારે મુખ્યમંત્રી બોમ્મઈની સાથે સાથે કર્ણાટકમાં 3 ઉપમુખ્યમંત્રી પણ બનાવવામાં આવશે. જે નેતા ઉપમુખ્યમંત્રી બનશે તેમાં આર. અશોક વોક્કાલિંગા સમુદાયથી આવે છે. ગોવિંદ કરજોલ એસ.સી. સમુદાયથી આવે છે, અને શ્રીરામાલુ એસ.ટી. સમુદાયથી આવે છે. બોમ્મઈ ભાજપમાં જોડાયા અને 3 ટર્મ સુધી ધારાસભ્ય રહ્યા હતા. જોકે, કર્ણાટકના મુખ્યપ્રધાન બનવાની રેસમાં બસવરાજ બોમ્માઇ સૌથી આગળ હોવાનું કહેવામાં આવી રહ્યું હતું.

Tags:    

Similar News