કોરોના હળવો થતા કરછથી કશ્મીરના બુકિંગમાં વધારો, જુઓ શું કહી રહ્યા છે ટુર ઓપરેટર

દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો, લોકોએ પ્રવાસન સ્થળોની પકડી વાટ.

Update: 2021-07-03 12:38 GMT

દેશમાં કોરોનાનો કહેર ઓછો થતાં અનલોક કરવામાં આવી રહયું છે ત્યારે હવે લોકોએ માનસિક શાંતિ મેળવવા વિવિધ પ્રવાસન સ્થળોની વાટ પકડી છે.સરહદી જિલ્લા કરછમાંથી સૌથી વધુ બુકિંગ ઠંડા પ્રદેશોમાં જવા માટે થયું છે.

કોરોનાના કારણે પ્રવાસન ઉધોગને ભારે ફટકો પડ્યો છે.ફલાઇટ અને ટ્રેન સેવાને પણ ભારે અસર પહોંચી હતી.હાલમાં જ્યારે કોરોનાના કેસ ઘટી ગયા છે ત્યારે પ્રવાસન સ્થળો ફરી ખુલી ગયા છે જેથી કચ્છમાં પણ ફલાઇટ અને ટ્રેન સેવા ધમધમતી થઈ છે. હવે લોકો માનસિક શાંતિ મેળવવા માટે હરવા ફરવા જઈ રહ્યા છે આ વર્ષે વિદેશોના ઠંડા પ્રદેશ પ્રવાસીઓ માટે બંધ છે ત્યારે ભારતના જ પહાડી વિસ્તારો કાશ્મીર, અરુણાચલ પ્રદેશ,ઉત્તરાખંડ સહિતના વિસ્તારોમાં લોકો જઈ રહ્યા છે.

ટુર ઓર્ગેનાઇઝર એસોસિએશન ક્ચ્છ જિલ્લાના ઉપપ્રમુખ અંશુલ વચ્છરાજાની એ જણાવ્યુ હતું કે હાલમાં કોરોના હળવો થઈ જતા લોકો ફલાઇટ અને ટ્રેન સેવાનું બુકિંગ કરાવી રહ્યા છે. વિદેશના પ્રવાસન સ્થળો બંધ હોવાથી ભારતના જ ઠંડા સ્થળો કાશ્મીર, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશમાં લોકો ફરવા માટે જઈ રહ્યા છે.

Tags:    

Similar News