લીકર પોલીસી કૌભાંડમાં હોવી કેજરીવાલને સુપ્રીમ કોર્ટથી આશા,હાઇકોર્ટ મન નિર્ણય સામે ઉચ્ચ ન્યાયાલયમાં કરી અરજી

લિકર પોલિસી કૌભાંડમાં 21 માર્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને દિલ્હી હાઈકોર્ટે મંગળવારે યોગ્ય ઠેરવી હતી.

Update: 2024-04-10 05:44 GMT

લિકર પોલિસી કૌભાંડમાં 21 માર્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને દિલ્હી હાઈકોર્ટે મંગળવારે યોગ્ય ઠેરવી હતી. કેજરીવાલ હવે આ નિર્ણય સામે બુધવારે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે અમને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળવાની આશા છે.દિલ્હી હાઈકોર્ટે મંગળવારે કહ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ અમારી સમક્ષ પૂરતા પુરાવા રજૂ કર્યા છે. અમે નિવેદનો જોયા જે દર્શાવે છે કે ગોવાની ચૂંટણી માટે પૈસા મોકલવામાં આવ્યા હતા.હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે અમને રાજકીય નૈતિકતાની નહીં પણ બંધારણીય નૈતિકતાની ચિંતા છે. હાલનો મામલો કેન્દ્ર અને કેજરીવાલ વચ્ચેનો નથી. આ મામલો કેજરીવાલ અને ઇડી વચ્ચેનો છે. હાઈકોર્ટે કહ્યું કે ED કાયદાકીય પ્રક્રિયાને અનુસરે છે. તેમની પાસે હવાલા ઓપરેટરો અને AAP ઉમેદવારોના નિવેદનો છે.

Tags:    

Similar News