આધાર કાર્ડની જેમ હવે, જમીન માલિકોને પણ મળશે "ULPIN" કાર્ડ...

જમીનના માલિકોને પણ આધાર કાર્ડની જેમ જમીનની 14 અક્ષરની આગવી ઓળખ આપવામાં આવશે.

Update: 2021-11-19 04:58 GMT

જમીનના માલિકોને પણ આધાર કાર્ડની જેમ જમીનની 14 અક્ષરની આગવી ઓળખ આપવામાં આવશે. જેને ULPIN (UNIQUE LAND PARCEL IDENTIFICATION NUMBER) તરીકે ઓળખવામાં આવશે. આ નંબર તમામ બેન્કો અને સરકારી સંસ્થાઓ પાસે હશે. જે રીતે આધાર કાર્ડથી વ્યક્તિની ઓળખ થાય છે, તે જ રીતે ULPINથી પણ જમીનની ઓળખ કરવામાં આવશે. આ માટે સરકારે તૈયારી પૂર્ણ કરી છે.

અક્ષાંશ રેખાંશના આધારે જમીનના રેકોર્ડ ડિજિટાઇઝ કરીને ULPIN તૈયાર કરશે અને તેને ઓનલાઈન કરવામાં આવશે. એક વખત ULPIN મળ્યા બાદ જમીનની જાણકારી માટે રેવેન્યૂ ઓફિસના ચક્કર નહીં લગાવવા પડે. આ જમીનના ખરીદ-વેચાણનો રેકોર્ડ પણ તેના આધારે ઓનલાઈન ઉપલબ્ધ રહેશે. તેનો પ્રિન્ટ આઉટ પણ લઈ શકાશે. જમીનના દસ્તાવેજમાં કોઈ જાતની છેડછાડ પણ નહીં થઈ શકે. LUPINના કારણે જમીનના ઝઘડા ઘટશે. કારણ કે, ખોટી રીતે જમીનનું રજિસ્ટ્રેશન જમીન માલિક સિવાય બીજા કોઈના નામ પર નહીં કરી શકાય. એક જ જમીન પર અલગ અલગ બેન્કોમાંથી લોન લેવાનું પણ ઘટી જશે. બે નંબરની લેવડ-દેવડ પર પણ રોક લાગશે. હાલમાં લેન્ડ રેકોર્ડના ડિજિટલાઈઝેશનની કામગીરી ચાલી રહી છે, જે 94 ટકા કામગીરી દેશમાં પુરી થઈ ગઈ છે. 5220 રજિસ્ટ્રેશન ઓફિસો પૈકી 4883ને ઓનલાઈન કરાય છે. જોકે, 19 રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ ચાલે છે. ઉપરાંત 13 રાજ્યોમાં 7 લાખ જમીનના હિસ્સાઓ માટે ULPIN પણ અપાઈ ગયા છે.

Tags:    

Similar News