આવતીકાલે દેશ વ્યાપી બેન્ક હડતાળ,2 દિવસ પડશે મુશ્કેલી

જાહેર ક્ષેત્રની બેંકોને ખાનગીકરણના વિરોધમાં દેશભરમાં બેંક કર્મચારીઓ 19 નવેમ્બરે હડતાળ પર ઉતરશે.

Update: 2022-11-18 07:02 GMT

જાહેર ક્ષેત્રની બેંકોને ખાનગીકરણના વિરોધમાં દેશભરમાં બેંક કર્મચારીઓ 19 નવેમ્બરે હડતાળ પર ઉતરશે. ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA) એ બેંક હડતાલની જાહેરાત કરી છે.19 નવેમ્બર શનિવાર છે.20 નવેમ્બર રવિવાર ના કારણે બેંકો બંધ રહેશે. તેથી, જો તમારે પણ બેંકમાં જઈને કોઈ મહત્વપૂર્ણ કામ પૂરું કરવું હોય તો આજે જ તેનું નિરાકરણ કરો. જો તમે આ નહી કરો તો તમારે આ માટે બે દિવસ રાહ જોવી પડશે.અહેવાલ મુજબ બેંક ઓફ બરોડા એ એક નિવેદન જારી કરીને હડતાળની પુષ્ટિ કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બેંકને AIBEAની નોટિસ મળી છે. એસોસિએશનના સભ્ય 19 નવેમ્બરે હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે. ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશને બેંકોના ખાનગીકરણ સામે અને બેંક કર્મચારીઓની સુરક્ષા સહિતની તેમની અનેક માંગણીઓ માટે એક દિવસીય હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે. લગ્નની આ સિઝનમાં બેંક હડતાળના કારણે ગ્રાહકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. હડતાલના કારણે કેટલાક એટીએમમાં રોકડની સમસ્યા થઈ શકે છે. જો તમે અસુવિધા થી બચવા માંગતા હો, તો તમે એક દિવસ પહેલા એટીએમમાંથી રોકડ ઉપાડી શકો છો. બેંકોની આ હડતાલને કારણે નાણાકીય કામકાજ સંભાળવામાં મુશ્કેલી પડશે અને મોટાભાગની બેન્કિંગ સેવાઓ ઠપ થઈ જશે. શનિવારે બેંક હડતાળ બાદ રવિવારે બેંકો બંધ રહેશે. આવી સ્થિતિમાં 2 દિવસ સુધી કામગીરી પ્રભાવિત થશે. આવનાર શનિવાર એ મહિનાનો ત્રીજો શનિવાર છે. તેથી જ આ દિવસે બેંકમાં રજા ન હતી. મહિનાનો બીજો અને ચોથો શનિવાર બેંકની રજા હોય છે.

Tags:    

Similar News