મણિપુરમાં 11 મતદાન મથકો પર 22 એપ્રિલે ફરી મતદાન, હિંસા અને તડફોડના બન્યા હતા બનાવ

મણિપુરમાં ઈનર મણિપુર લોકસભા મતવિસ્તારના 11 મતદાન મથકો પર 22 એપ્રિલે ફરી મતદાન થશે.

Update: 2024-04-21 03:12 GMT

મણિપુરમાં ઈનર મણિપુર લોકસભા મતવિસ્તારના 11 મતદાન મથકો પર 22 એપ્રિલે ફરી મતદાન થશે. ચૂંટણી પંચે શનિવારે (20 એપ્રિલ) આ અંગે આદેશ જારી કર્યો હતો. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન 19 એપ્રિલે આ બૂથ પર હિંસા અને તોડફોડ થઈ હતી.જે 11 બૂથ પર પુન: મતદાન થશે તેમાં સજેબ, ખુરાઈ, થોંગમ, લેકાઈ બમન કંપુ (ઉત્તર-A), બમન કંપુ (ઉત્તર-બી), બમન કંપુ (દક્ષિણ-પશ્ચિમ), બમન કંપુ (દક્ષિણ-પૂર્વ) નો સમાવેશ થાય છે. ખોંગમેન ઝોન-V(A), ઈરોશેમ્બા, ઈરોઈશેમ્બા મામંગ લીકાઈ, ઈરોઈશેમ્બા મયાઈ લીકાઈ અને ખાડેમ માખા.19 એપ્રિલના રોજ, હિંસા પ્રભાવિત મણિપુર - ઈનર અને આઉટર મણિપુર બેઠકોની બંને લોકસભા બેઠકો માટે 72 ટકા મતદાન થયું હતું. ચૂંટણી દરમિયાન અનેક બૂથ પર ફાયરિંગ, EVM તોડફોડ અને બૂથ કેપ્ચરની ઘટનાઓ નોંધાઈ હતી.

Tags:    

Similar News