પીએમ મોદી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે વાતચીત કરશે, 1 લાખ રોકડ સાથે ડિજિટલ પ્રમાણપત્ર મેળવશે

પ્રજાસત્તાક દિવસ પહેલા, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 24 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે વાર્તાલાપ કરશે.

Update: 2022-01-23 10:05 GMT

પ્રજાસત્તાક દિવસ પહેલા, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 24 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે વાર્તાલાપ કરશે. આ દરમિયાન, પ્રથમ વખત, વડા પ્રધાન વર્ષ 2021-22 માટે પુરસ્કાર વિજેતાઓને ડિજિટલ પ્રમાણપત્રો પણ આપશે.

2021ના વિજેતાઓને પણ એ જ ફંક્શનમાં પ્રમાણપત્રો આપવામાં આવશે, જેમને ગયા વર્ષે કોવિડની પરિસ્થિતિને કારણે પ્રમાણપત્રો આપી શકાયા ન હતા. પ્રધાનમંત્રી બ્લોકચેન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને રાષ્ટ્રીય ચિલ્ડ્રન એવોર્ડ મેળવનારાઓને ડિજિટલ પ્રમાણપત્રો અર્પણ કરશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને રાજ્યમંત્રી ડો.મુંજપરા મહેન્દ્રભાઈ પણ ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રીય બાળ પુરસ્કાર ભારતમાં રહેતા 5 વર્ષથી વધુ અને 18 વર્ષ સુધીની વયના બાળકોને માન્યતા તરીકે આપવામાં આવે છે. ઈનોવેશન, શૈક્ષણિક સિદ્ધિ, રમતગમત, કલા અને સંસ્કૃતિ, સમાજ સેવા અને બહાદુરી જેવા છ ક્ષેત્રોમાં અસાધારણ ક્ષમતા અને ઉત્કૃષ્ટ સિદ્ધિ માટે આ પુરસ્કાર આપવામાં આવે છે. દરેક પુરસ્કાર મેળવનારને મેડલ, 1 લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવામાં આવે છે. રાષ્ટ્રપતિ ભવનમાં એક સમારોહમાં રાષ્ટ્રપતિ દ્વારા આ પુરસ્કારો આપવામાં આવે છે.

Tags:    

Similar News