પીએમ મોદી ગ્રીસથી સીધા કર્ણાટકના બેંગલુરુ જશે, ઈસરોની ટીમના વૈજ્ઞાનિકોને આપશે અભિનંદન

Update: 2023-08-25 04:03 GMT

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે બે દેશોનો પ્રવાસ પૂર્ણ કર્યા પછી ગ્રીસથી સીધા કર્ણાટકના બેંગલુરુ જશે. તેઓ ચંદ્રયાન-3 મિશનમાં સામેલ ઈસરોની ટીમના વૈજ્ઞાનિકોને મળશે અને તેમને અભિનંદન આપશે.

આ પહેલા પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે જો શક્ય હશે તો તેઓ ચંદ્રયાન-3ની સફળતા માટે વૈજ્ઞાનિકોને અંગત રીતે અભિનંદન આપશે. વાસ્તવમા જે સમયે ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કર્યું તે સમયે પીએમ મોદી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકાના જોહનિસબર્ગમાં હતા. ભારત બુધવારે સાંજે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પ્રથમ દેશ બન્યો હતો.

Tags:    

Similar News