કાળિયાર હરણનો વિડીયો પી.એમ.મોદીને ખૂબ પસંદ આવ્યો, રીટ્વિટ કરી લખ્યું Excellent!

Update: 2021-07-29 07:14 GMT

હરણ એ નાના મોટા સૌનું પ્રિય પ્રાણી હોય છે. જેને જોવા માટે લોકો પ્રાણી સંગ્રહાલયમાં જાય છે. પરંતુ આવા એક બે નહીં પણ હજારો હરણોનું ટોળું તમને એકસાથે જોવા મળે તો વાત જ ના પૂછો. હાલમાં સોશિયલ મીડિયામાં હરણોના મોટા ટોળાનો એક વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે અને આ વિડીયો બીજી કોઈ જગ્યાનો નહિ પણ ગુજરાતના વેળાવદરનો છે. વેળાવદર બ્લેકબક નેશનલ પાર્કમાં મોટા ટોળાનો વીડિયો સામે આવ્યો હતો. જે મૂળ ગુજરાતના માહિતી વિભાગ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યો હતો.

ગૌરવની વાત તો એ છે કે આ વિડીયો ખુદ વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ રીટ્વીટ કર્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શેર કરેલા અદભૂત વીડિયોમાં કાળા હરણોને એક સાથે ભાગતા જોઈ શકાય છે. ભાવનગર જિલ્લાના એક રાષ્ટ્રીય ઉદ્યાનમાં હજારો કાળા હરણો રોડ ક્રોસ કરતા જોવા મળ્યા હતા. "એક્સિલન્ટ(Excellent )!" પીએમ મોદીએ આ વિડીયો શેર કરતા લખ્યું છે.આ વિડીયો વેળાવદર બ્લેકબક નેશનલ પાર્કનો છે. જેમાં બ્લેક બક્સ મોટા ટોળામાં દેખાઈ રહ્યા છે. આ વિડીયો ગુજરાતના માહિતી વિભાગ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યો હતો, જેને વડાપ્રધાને રીટ્વીટ કર્યો હતો.

Tags:    

Similar News