પ્રફુલ્લ પટેલ બનશે દિલ્હીના ઉપ રાજયપાલ ! અરવિંદ કેજરીવાલના ટ્વિટથી રાજકીય ગરમાવો

સીએમ કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યું કે શું હવે લક્ષ્યદીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલને દિલ્હીના ઉપરાજ્યપાલ બનાવાશે.

Update: 2022-03-12 10:36 GMT

દિલ્હીના હાલના ઉપરાજ્યપાલ અનીલ બૈજલનો કાર્યકાળ પૂરો થયો છે અને હવે દિલ્હીના નવા ઉપરાજ્યપાલના નામની ચર્ચા શરુ છે. દિલ્હી કેન્દ્ર સરકારને અધીન હોવાથી તેના ઉપરાજ્યપાલની નિમણૂક કેન્દ્ર દ્વારા થતી હોય. અનીલ બૈજલનો કાર્યકાળ પૂરો થયો હોવાથી હવે તેમને સ્થાને કોને દિલ્હીના ઉપરાજ્યપાલ બનાવવા તે અંગેને લઈને ચર્ચા ચાલી રહી છે અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે હવે આ હવાને વેગ આપ્યો છે.

સીએમ કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યું કે શું હવે લક્ષ્યદીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલને દિલ્હીના ઉપરાજ્યપાલ બનાવાશે. કેજરીવાલના આ ટ્વિટ બાદ રાજકીય ગરમાવો વધ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલમાં લક્ષ્યદીપના પ્રશાસક રહેલા ભાજપ નેતા પ્રફુલ્લ પટેલ ભૂતકાળમાં ઘણી વાર વિવાદમાં સપડાયા હતા. દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરે આપઘાત કેસમાં પણ તેમનું નામ ઉછળ્યું હતું. વિપક્ષોએ તેમને હટાવવાની પણ માગ કરી હતી.

Tags:    

Similar News