વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોપા ઈન્ટરનેશનલ એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન

પીએમ મોદી અહીં મોપા ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે

Update: 2022-12-11 04:11 GMT

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે રવિવારે (11 ડિસેમ્બર) ગોવા જવાના છે. પીએમ મોદી અહીં મોપા ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. આ પહેલા વડાપ્રધાન મહારાષ્ટ્રની મુલાકાત લેશે. પીએમ મોદી મહારાષ્ટ્રના નાગપુરમાં નાગપુર મેટ્રોના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે.

વડાપ્રધાન ગોવામાં મોપા ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરવાના છે. ડાબોલિમ એરપોર્ટ પછી રાજ્યનું આ બીજું એરપોર્ટ છે. PMO દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 નવેમ્બર 2016ના રોજ આ એરપોર્ટ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો અને હવે તેઓ તેનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. ઉત્તર ગોવાના મોપા ખાતે સ્થિત આ એરપોર્ટનો ખર્ચ રૂ. 2,870 કરોડ છે.

પ્રથમ તબક્કામાં એરપોર્ટની વાર્ષિક ક્ષમતા 44 લાખ મુસાફરોની છે અને પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ તેની વાર્ષિક ક્ષમતા એક કરોડ મુસાફરોની રહેશે. ડાબોલિમ એરપોર્ટ વાર્ષિક 8.5 મિલિયન મુસાફરોની ક્ષમતા ધરાવે છે, પરંતુ તેમાં 'કાર્ગો' (સામાન) પરિવહનની સુવિધા નથી જ્યારે નવા એરપોર્ટમાં કાર્ગો સુવિધાઓ પણ છે. જ્યાં સુધી કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા તેનું નામ ફાઈનલ કરવામાં ન આવે ત્યાં સુધી એરપોર્ટને ન્યૂ ગોવા ઈન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઓળખવામાં આવશે.

Tags:    

Similar News