અરવિંદ કેજરીવાલને રાહત, CM પદ પરથી હટાવવાની અરજી પર દખલગીરી કરવાનો હાઇકોર્ટનો ઇન્કાર

દારૂ નીતિ કેસમાં ધરપકડ કરાયેલા અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી.

Update: 2024-03-28 12:06 GMT

દારૂ નીતિ કેસમાં ધરપકડ કરાયેલા અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. દિલ્હી હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ (ACJ) એ મામલે દખલગીરી કરવાનો ઇનકાર કર્યો છે.ACJ મનમોહને કહ્યું, " આ અરજી પર અમારે સુનાવણી ન કરવી જોઈએ. આ મામલે ન્યાયતંત્રએ દખલગીરી કરવી જોઈએ નહીં." દિલ્હી હાઈકોર્ટનું કહેવું છે કે આ એક રાજકીય મામલો છે, જે ન્યાયતંત્રના દાયરામાં નથી આવતો.લિકર પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના ED રિમાન્ડ 28 માર્ચે પૂરા થઈ રહ્યા છે. આજે તેમને રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા છે.કેજરીવાલની 21 માર્ચે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. 22 માર્ચે તેને ટ્રાયલ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટે કેજરીવાલને 28 માર્ચ સુધી EDની કસ્ટડીમાં મોકલી દીધા હતા.આ દરમિયાન, 23 માર્ચે, કેજરીવાલે પોતાની ધરપકડ અને રાઉઝ એવન્યુ કોર્ટના રિમાન્ડના નિર્ણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. 27 માર્ચે દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલને રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. આ કેસની આગામી સુનાવણી 3 એપ્રિલે થશે.

Tags:    

Similar News