સ્પાઈસજેટની ફ્લાઈટમાં ફરી શરમજનક કૃત્ય, મહિલાએ સાથી મુસાફર પર છેડતીનો આરોપ લગાવ્યો..!

કોલકાતાથી બાગડોગરા જતી ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલી એક મહિલાએ તેના સહ-યાત્રી પર અયોગ્ય વર્તનનો આરોપ લગાવ્યો છે.

Update: 2024-02-04 06:10 GMT

સ્પાઈસ જેટની ફ્લાઈટમાં ફરી એકવાર શરમજનક ઘટના સામે આવી છે. કોલકાતાથી બાગડોગરા જતી ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલી એક મહિલાએ તેના સહ-યાત્રી પર અયોગ્ય વર્તનનો આરોપ લગાવ્યો છે.

કેરિયરના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ઘટના બાદ કેબિન ક્રૂએ પુરુષ પેસેન્જરની સીટ બદલી નાખી. 31 જાન્યુઆરીના રોજ, જ્યારે સ્પાઈસ જેટની ફ્લાઈટ SG 592 કોલકાતાથી બાગડોગરા જઈ રહી હતી. ત્યારે એક મહિલા મુસાફર સાથે એક ઘટના બની જેણે તેના સહ-મુસાફર પર અયોગ્ય વર્તનનો આરોપ મૂક્યો હતો, એમ કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું. આ પછી, કેબિન ક્રૂએ પરિસ્થિતિને સંભાળવા માટે તરત જ હસ્તક્ષેપ કર્યો અને સાથી મુસાફરની સીટ બદલી.

જો કે આરોપી સહ-મુસાફરે કોઈપણ ગેરરીતિનો ઈન્કાર કર્યો છે. એરલાઈને જણાવ્યું હતું કે આરોપી સહ-મુસાફરે સીઆઈએસએફના જવાનોની હાજરીમાં માફી માંગ્યા બાદ મહિલા મુસાફર કોઈ લેખિત ફરિયાદ નોંધાવ્યા વિના બાગડોગરા એરપોર્ટથી નીકળી ગઈ હતી.

Tags:    

Similar News