ઈન્ડિગો અને મુંબઈ એરપોર્ટને કારણદર્શક નોટિસ, જાણો શું છે સમગ્ર મામલો.!

16 જાન્યુઆરી 2024ની વહેલી સવારે, MoCA ના બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS) એ IndiGo અને મુંબઈ એરપોર્ટને કારણ બતાવો નોટિસ જારી કરી હતી.

Update: 2024-01-16 07:41 GMT

મુંબઈ એરપોર્ટ પર ટાર્મેક પર જમવાનું આરોગી રહેલા મુસાફરોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગઈકાલે મધ્યરાત્રિએ મંત્રાલયના તમામ અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

16 જાન્યુઆરી 2024ની વહેલી સવારે, MoCA ના બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS) એ IndiGo અને મુંબઈ એરપોર્ટને કારણ બતાવો નોટિસ જારી કરી હતી. બંને નોટિસના કિસ્સામાં, MoCA એ 16મી જાન્યુઆરીએ એટલે કે આજે જ જવાબ માંગ્યો છે. જો નિયત સમયમાં જવાબ નહીં આપવામાં આવે તો નાણાકીય દંડ સહિત અમલીકરણની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

Tags:    

Similar News