દિલ્હીના કાલકાજી મંદિરમાં જાગરણ વખતે સ્ટેજ તૂટ્યો:એકનું મોત, 17 ઘાયલ

દિલ્હીના શનિવારે મોડી રાત્રે કાળકાજી મંદિરમાં જાગરણ દરમિયાન સ્ટેજ તૂટી પડતાં લગભગ 16 લોકો ઘાયલ થયા હતા

Update: 2024-01-28 06:16 GMT

દિલ્હીના શનિવારે મોડી રાત્રે કાળકાજી મંદિરમાં જાગરણ દરમિયાન સ્ટેજ તૂટી પડતાં લગભગ 16 લોકો ઘાયલ થયા હતા, જ્યારે 45 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું. આ ઘટના રાત્રે સાડા બાર વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે.એવું કહેવામાં આવ્યું હતું કે ગાયક બી પ્રાકના ભજન સાંભળવા માટે 1500થી વધુ લોકોની ભીડ ભેગી થઈ હતી. તેમની વચ્ચે ઘણાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધો હતા. જાગરણ દરમિયાન મોટી સંખ્યામાં લોકો સ્ટેજ પર ચઢી ગયા હતા, જેના કારણે સ્ટેજ તૂટી ગયો હતો.અકસ્માત બાદ ઘટનાસ્થળે નાસભાગ જેવો માહોલ સર્જાયો હતો. દિલ્હી પોલીસે જણાવ્યું કે સ્ટેજ લાકડા અને લોખંડથી બનેલું હતું. ઘાયલો પૈકી કેટલાકને ફ્રેક્ચર થયું છે.ખાનગી આયોજક દ્વારા જાગરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે કોઈ મંજૂરી લેવામાં આવી ન હતી. પોલીસે આયોજકો સામે ગુનો નોંધ્યો છે.

Tags:    

Similar News