તીસ્તા સેતલવાડની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટની સુનવણી, મહિલા હોવાથી તિસ્તાને જામીનનો અધિકાર : સુપ્રીમ કોર્ટ

ગુજરાતના રમખાણોનું કેસમાં પુરાવા સાથે ચેડાં અને છેતરપિંડીના આરોપમાં જેલમાં કેદ સામાજિક કાર્યકર તીસ્તા સેતલવાડ ગુરુવારે પણ જામીન મળ્યા નહોતા,

Update: 2022-09-02 07:45 GMT

ગુજરાતના રમખાણોનું કેસમાં પુરાવા સાથે ચેડાં અને છેતરપિંડીના આરોપમાં જેલમાં કેદ સામાજિક કાર્યકર તીસ્તા સેતલવાડ ગુરુવારે પણ જામીન મળ્યા નહોતા, પરંતુ સુપ્રીમ કોર્ટે તેમની અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમે ગુજરાત સરકારને તિસ્તા વિરુદ્ધ એફઆઈઆર આધાર અંગે સવાલ કર્યો હતો.

મુખ્ય ન્યાયાધીશ ઉદય ઉમેશ લલિત અને ન્યાયાધીશો એસ રવિન્દ્ર ભટ્ટ તથા સુધાંશુ ધુલિયાને સમાવતી બેન્ચે ગુજરાત સરકારની કાર્યવાહી પર સવાલ ઉઠાવતા પૂછ્યું કે તીસ્તા વિરુદ્ધ કયા પુરાવા અને સામગ્રી એકત્ર કરાઈ છે? શું પોલીસ ધરપકડથી કોઈ લાભ મળ્યો અને કેસની તપાસ ક્યાં સુધી પહોંચી? સુપ્રીમે કહ્યું કે અત્યાર સુધી તો એફઆઈઆર માત્ર સુપ્રિમ કોર્ટના આદેશ પર જ લાગે છે. તીસ્તા પર કોઈ યુએપીએ જેવા આરોપ નથી કે જામીન આપી ના શકાય. આ સાધારણ સીઆરપીસીની કલમ છે. તે મહિલાને અનુકૂળ ચુકાદાનો અધિકાર ધરાવે છે. આ સાથે બેન્ચે વધુ સુનાવણી શુક્રવાર પર મુલતવી રાખી છે.

ગુજરાત સરકારે તીસ્તાના જામીનનો વિરોધ કરતા કહ્યું કે શેતલવાડ એક વરિષ્ઠ રાજકીય નેતાના ઈશારા પર કાવતરું રચ્યું અને તેના માટે તેને મોટી રકમ મળી હતી. સુપ્રીમની બેન્ચમાં સુનાવણીના એક દિવસ પહેલા સોગંદનામું દાખલ કર્યું હતું. સુપ્રીમે ગુજરાત હાઈકોર્ટમાં તીસ્તા શેતલવાડની જામીન અરજીને ૧૯મી સપ્ટેમ્બર સુધી મુલતવી રાખવાની બાબત પર પણ સવાલ ઉઠાવ્યો હતો. સુપ્રીમે કહ્યું કે, ગુજરાત હાઈકોર્ટે ૩જી ઑગસ્ટે નોટિસ પાઠવીને ૧૯મી સપ્ટેમ્બરે કેસની સુનાવણી નિશ્ચિત કરી. શું જામીનના કેસમાં છ સપ્તાહનો સમય આપવો જોઈએ?

Tags:    

Similar News