પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ નેતા સ્વપન માઝી સહિત ત્રણની હત્યા, હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો

પશ્ચિમ બંગાળથી મોટા સમાચાર આવ્યા છે. દક્ષિણ 24 પરગણા જિલ્લામાં તૃણમૂલ કોંગ્રેસના નેતા સ્વપન માઝી અને તેના બે સાથીઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

Update: 2022-07-07 07:43 GMT

પશ્ચિમ બંગાળથી મોટા સમાચાર આવ્યા છે. દક્ષિણ 24 પરગણા જિલ્લામાં તૃણમૂલ કોંગ્રેસના નેતા સ્વપન માઝી અને તેના બે સાથીઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અજાણ્યા હુમલાખોરોએ તેમના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર માઝી સહિત ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘટના બાદ હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

સ્વપ્ન માંઝી કેનિંગથી ટીએમસી પંચાયત સભ્ય હતા. ગોપાલનગર વિસ્તારમાં તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેના બે સહયોગીઓ ભાગતા સમયે ગોળી માર્યા હતા. આ ઘટના સવારે નવ વાગ્યાની આસપાસ બની હતી. બજારમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે ભીડવાળા વિસ્તારમાં હુમલાખોરોએ અચાનક હુમલો કર્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે દક્ષિણ 24 પરગણા જિલ્લાના કેનિંગમાં ટીએમસી નેતા સ્વપન માઝી પોતાના બે સાથીઓ સાથે બાઈક દ્વારા ક્યાંક જઈ રહ્યા હતા. ત્યારે કેટલાક લોકોએ બાઇક રોકીને ત્રણેય પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ હુમલાખોરો ભાગી ગયા હતા. ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પોલીસને સ્થળ પરથી ખાલી ગોળીઓ અને બોમ્બ મળી આવ્યા છે.

Tags:    

Similar News