આવતી કાલે 2000ની નોટ બદલવાનો છેલ્લો દિવસ અત્યાર સુધીમાં 3.43 લાખ કરોડ રૂપિયાની નોટો બેંકમાં પરત આવી

અગાઉ નોટો બદલવાનો છેલ્લો દિવસ 30 સપ્ટેમ્બર હતો, પરંતુ છેલ્લા દિવસે આરબીઆઈએ એની મુદત એક સપ્તાહ વધારી દીધી હતી

Update: 2023-10-06 16:25 GMT

2000 રૂપિયાની નોટ બેંકમાં જમા કરવાનો અથવા નોટ બદલાવવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે. આ પહેલાં આજે એટલે કે શુક્રવારે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસના જણાવ્યા અનુસાર 2000 રૂપિયાની 96%થી વધુ નોટો બેંકમાં પાછી આવી છે, જેની કિંમત 3.43 લાખ કરોડ રૂપિયા છે. એમાંથી 87% નોટો બેંકમાં જમા થઈ ગઈ છે. બાકીની નોટો અન્ય નોટો માટે બદલી દેવામાં આવી છે. લગભગ 12 હજાર કરોડ રૂપિયાના મૂલ્યની 2000 રૂપિયાની નોટો ચલણમાં છે, જે પરત આવવાની બાકી છે.

અગાઉ નોટો બદલવાનો છેલ્લો દિવસ 30 સપ્ટેમ્બર હતો, પરંતુ છેલ્લા દિવસે આરબીઆઈએ એની મુદત એક સપ્તાહ વધારી દીધી હતી. આરબીઆઈએ એક પરિપત્ર જાહેર કરીને કહ્યું હતું કે 'ઉપાડની પ્રક્રિયાના નિર્ધારિત સમયની સમાપ્તિ પછી સમીક્ષાના આધારે 2000 રૂપિયાની નોટ જમા કરાવવા અને બદલવાની વર્તમાન સિસ્ટમને 7 ઓક્ટોબર, 2023 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.' તમને જણાવી દઈએ કે રૂપિયા 2000 રૂપિયાની નોટ નવેમ્બર 2016માં બજારમાં આવી હતી.

Tags:    

Similar News