અયોધ્યામાં 22 લાખ દીવા પ્રગટાવવાનો વર્લ્ડ રેકોર્ડ,2 ડ્રોનથી ગણતરી કરાઈ

Update: 2023-11-12 04:36 GMT

અયોધ્યા રામમય છે.7મા દીપોત્સવ પર સરયુ નદીના કિનારે 51 ઘાટ પર 24 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા.22 લાખ 23 હજાર દીવા પ્રગટાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. મહર્ષિ વાલ્મીકિની રામની કથા હોલોગ્રાફિક લાઇટ દ્વારા બતાવવામાં આવી. લેસર શો બાદ 23 મિનિટ સુધી આતશબાજી કરવામાં આવી. 84 લાખની કિંમતના ગ્રીન ફટાકડા દ્વારા આતશબાજી કરવામાં આવી.24 લાખ દીવા પ્રગટાવવા માટે 1 લાખ 5 હજાર લિટર સરસવના તેલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.54 દેશોના રાજદૂતો પણ દીપોત્સવ કાર્યક્રમમાં પહોંચ્યા છે. લેમ્પની ગણતરી માટે 2 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગત વખતે સરયૂના કિનારે 15 લાખ 76 હજાર દીવા પ્રગટાવવાનો રેકોર્ડ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલો છે.

વહેલી સવારે અયોધ્યામાં શ્રી રામના આગમનના પ્રતીકરૂપે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. બપોરે ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણ પુષ્પક વિમાન (હેલિકોપ્ટર) દ્વારા અયોધ્યા પહોંચ્યા. રાજ્યપાલ આનંદીબેન પટેલ અને સીએમ યોગીએ સૌનું સ્વાગત કર્યું હતું. આ પછી ભગવાન રામને રામકથા પાર્કમાં લાવવામાં આવ્યા હતા. ભગવાન રામનો રાજ્યાભિષેક અહીં થયો હતો. સીએમ યોગીએ રામનું રાજ તિલક કર્યું.

Tags:    

Similar News