યોગી કેબિનેટ વિસ્તરણ : ઓપી રાજભર સહિત 4 નેતાઓને મળ્યું મંત્રી પદનું ઈનામ, ભાજપનું મોટું પગલું

યુપીની યોગી આદિત્યનાથ કેબિનેટનું આજે વિસ્તરણ થયું હતું અને 4 મંત્રીઓને સરકારમાં સામેલ કરાયા

Update: 2024-03-05 16:26 GMT

લોકસભા ચૂંટણી પહેલા ભાજપે પોતાની તરફ આવેલા બે પક્ષોને ઈનામ આપ્યું છે. યુપીની યોગી આદિત્યનાથ કેબિનેટનું આજે વિસ્તરણ થયું હતું અને 4 મંત્રીઓને સરકારમાં સામેલ કરાયા હતા. રાજભવનમાં આયોજિત થયેલા શપથગ્રહણ સમારોહમાં ચાર નવા મંત્રીઓ સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના ચીફ ઓપી રાજભર, રાષ્ટ્રીય લોકદળ (RLD)ના અનિલ કુમાર અને સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)ના બે સભ્યો - દારા સિંહ ચૌહાણ અને સુનીલ શર્માનો સમાવેશ થાય છે. ઓમ પ્રકાશ રાજભર ફરી એકવાર યોગી કેબિનેટમાં મંત્રી બન્યા છે. સત્તારૂઢ ભાજપ સાથેના સંબંધો તોડીને સરકાર છોડ્યાના પાંચ વર્ષ બાદ ઓપી રાજભર ફરી એકવાર યોગી આદિત્યનાથ કેબિનેટમાં પરત ફર્યા છે.

કયા મંત્રીઓએ શપથ લીધા:-

ઓપી રાજભર

અનિલ કુમાર

દારા સિંહ ચૌહાણ

સુનીલ શર્મા

Tags:    

Similar News