પ્રકૃતિની ગોદમાં રહીને તેના સંરક્ષણ સાથે પોતાનું જીવન વ્યતિત કરતા આદિવાસી સમાજનો ઇતિહાસ ભવ્ય અને ગૌરવવંતો રહ્યો છે – સહકાર રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ

Update: 2018-08-09 12:16 GMT

પોતાના સાર્વભૌમત્વ અને દેશની રક્ષા-આઝાદીની લડતમાં વીર બિરસામુંડા-તાત્યા ભીલ સહિત અનેક આદિવાસી વીરોનો અમૂલ્ય ફાળો રહ્યોં છે.

શિક્ષણ, કલા, સમાજસેવા સહિત વિવિધ ક્ષેત્રની આદિવાસી સમાજની તેજસ્વી પ્રતિમાઓને સન્માનપત્ર એનાયત કરી અભિવાદન કરાયું : યોજનાકીય લાભોની સાધન સહાય કિટ્સનું વિતરણ.

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે આજે રાજપીપલા મુખ્યમથકે પ્રાંત કચેરી નજીક નંદરાજાની પ્રતિમા પાસે યોજાયેલી જિલ્લા કક્ષાની ઉજવણીના કાર્યક્રમને ગુજરાતના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સહકાર રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલે પૂર્વ રાજ્યમંત્રી શબ્દશરણભાઇ તડવી, જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામા, રાજપીપલા રાજવી પરિવારના મહારાણી રૂકમણીદેવી ગોહિલ, જિલ્લાણના અગ્રણી ઘનશ્યામભાઇ દેસાઇ, ગજેન્દ્રસિંહ જાડેજા, રમણસિંહ રાઠોડ, ડૉ. દર્શનાબેન દેશમુખ, શ્રીમતી ભારતીબેન તડવી, જિલ્લાક વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમ, જિલ્લાહ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા સહિત જિલ્લા્ના વરિષ્ઠત પદાધિકારીઓ / અધિકારીઓ, આદિવાસી સમાજના આગેવાનો અને આદિવાસી પ્રજાસમૂહની વિશાળ ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂક્યો હતો.

સહકાર રાજ્ય મંત્રી ઇશ્વરસિંહ પટેલે આજના તા. ૯ મી ઓગષ્ટેર “વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણી એ આદિવાસી સમાજ માટે ગૌરવની બાબત હોવાનું જણાવતા કહ્યું હતું કે, આદિવાસી સમાજનો ઇતિહાસ ભવ્ય અને ગૌરવવંતો રહ્યો છે. પોતાની આગવી સંસ્કૃતિ, સામાજિક વ્યવસ્થા, ઉત્સવો, રીત-રિવાજ તરફ દ્રષ્ટીપાત કરીએ તો પ્રકૃતિની ગોદમાં રહીને તેના સંરક્ષણ સાથે પોતાનું જીવન વ્યતિત કરે છે અને પોતાના સાર્વભૌમત્વ અને દેશની રક્ષામાં અને આઝાદીની લડતમાં વીરો - બિરસામુંડા, તાત્યા ભીલ, રાણી ગડનીંલું, તિરોતસીંગ, સીતારામ રાજુ, અલોરી, રૂપા નાયકા, સિધ્ધો અને કાનો જેવા આદિવાસી સમાજના વીરોએ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા અમૂલ્ય ફાળો આપ્યો હતો.

[gallery data-size="full" td_select_gallery_slide="slide" ids="60046,60047,60048,60049,60050,60051,60052,60053,60054,60055,60056"]

સહકાર રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, આપણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનું પહેલું ટ્રાયબલ ફ્રીડમ ફાઇટર મ્યુઝીયમ ગુજરાતમાં ઉભુ કરવાની કરેલી જાહેરાત અન્વયે ગરૂડેશ્વર ખાતે બ્રિટીશ શાસન સામેની લડાઇમાં આદિવાસી સમાજના યોગદાન – બલિદાનને ઉજાગર કરતું રાષ્ટ્ર કક્ષાનું મ્યુઝીયમ ઉભું થઇ રહ્યું છે. જેમાં આદિવાસી વીરોના યોગદાનની સાથે સાથે સમાજની સંસ્કૃતિ, જીવન શૈલી-કલા પ્રદર્શિત કરાશે.

ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધીના જિલ્લાનઓના ૫૨ (બાવન) તાલુકાઓમાં ૯૦ લાખ એટલે કે રાજ્યની કુલ વસતીના ૧૫ ટકા વસતી ધરાવતો આદિવાસી સમાજ વસવાટ કરતો હોઇ, વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત રૂા. ૧૭ હજાર કરોડની ફાળવણી બાદ રૂા. ૪૦ હજાર કરોડ અને અત્યાર સુધીમાં રૂા. ૮૨ હજાર કરોડની ફાળવણી કરી આદિવાસી વિસ્તારોમાં શાળાઓ, કોલેજો, રસ્તાઓ, પીવાના પાણી, ૨૪ કલાક વિજ સવલતો ઉભી કરાતાં ખરા અર્થમાં આજે આદિવાસી વિસ્તારમાં સર્વાંગી વિકાસ જોવા મળી રહ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું. જંગલની જમીનના વ્યક્તિગત, સામૂહિક-માળખાગત સુવિધાઓના દાવાઓ મળી કુલ- ૯૦ હજાર જેટલા આદિવાસીઓને કુલ- ૧૩ લાખ એકર જંગલની જમીનના અધિકારપત્રો આપીને સમગ્ર દેશમાં શ્રેષ્ઠત કામગીરીની સાથે ૧૯૬ જેટલા જંગલના ગામોને રેવન્યુ વિલેજનો દરજ્જો આપવાનો સરકારે નિર્ણય કર્યો છે.

રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળની સરકારે “પેસા કાયદો” અમલમાં મૂકીને ગૌણ વન પેદાશ – રેતી – પથ્થરની ખાણ – તળાવ માલિકી અને બજારોનો વહિવટ હવેથી આદિવાસી સમાજને મળવાનો છે. મંત્રીશ્રી પટેલે આદિવાસી સમાજના શૈક્ષણિક ઉત્કર્ષ માટે સરકારે અમલમાં મૂકેલી આંગણવાડીથી લઇને મહાશાળા સુધીના ઉચ્ચ શિક્ષણ માટેના પ્રોત્સાહનોની વિસ્તૃત રૂપરેખા આપતાં ઉમેર્યું હતું કે, નર્મદા જિલ્લા માં બિરસામુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની સ્થાપના સાથે ચાલુ વર્ષથી શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયેલ છે. ભૂતકાળમાં મેડીકલ ક્ષેત્રે ૫૦ ટકા ખાલી રહેતી સીટો અન્વયે ખાસ તાલીમની સવલત થકી આદિવાસી સમાજની મેડીકલમાં હવે ૧૦૦ ટકા સીટો ભરાવા પામી છે. ૨૦૧૭ ના વર્ષમાં મેડીકલની પ્રવેશ પરીક્ષામાં ૧૮૮૧ વિદ્યાર્થીઓ સફળ થયા હોવાનું તેમણે ઉમેર્યું હતું. તાપી, દાહોદ, વલસાડ, બનાસકાંઠા જેવા આદિવાસી વિસ્તારોમાં આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે માટે પી.પી.પી. ધોરણે મેડીકલ કોલેજો શરૂ કરવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે પૂર્વ રાજ્યમંત્રી શબ્દશરણભાઇ તડવી, રાજવી પરિવારના મહારાણી રૂકમણીદેવી ગોહિલ, મહિલા અગ્રણી અને આદિવાસી મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. દર્શનાબેન દેશમુખ, ગુજરાત બાળ સંરક્ષણ આયોગના ડિરેક્ટર શ્રીમતી ભારતીબેન તડવી વગેરેએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં આદિવાસી સમાજે પ્રકૃતિના રક્ષણ સાથે વિવિધ ક્ષેત્રોમાં આપેલા મહામૂલા યોગદાનની ગૌરવગાથા વર્ણવી હતી.

આ પ્રસંગે રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ સહિત ઉપસ્થિત અન્ય મહાનુભાવોના હસ્તે વિશિષ્ટથ સિધ્ધિ મેળવનાર આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ, ખેલમહાકુંભની તેજસ્વી પ્રતિભાઓ, પ્રગતિશીલ ખેડૂત-પશુપાલક, સમાજસેવા ક્ષેત્રે સિધ્ધિ પ્રાપ્ત કરનાર વિવિધ પ્રતિભાઓ, શ્રેષ્ઠ્ કામગીરી કરનાર-કર્મયોગીઓ વગેરેને સન્માનપત્ર એનાયત કરી તેમનું અભિવાદન કરાયું હતું.

તદ્ઉપરાંત વિવિધ યોજના હેઠળ સાધન સહાયનું તેમજ ટીમરૂ પાનના નફાની વહેંચણીના રૂા.૭૪,૭૮૨/- ની રકમના ચેકોનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ, ગુજકોમાસોલના ડિરેક્ટર સુનીલભાઇ પટેલ, ગુજરાત વેરહાઉસીંગ કોર્પોરેશનના ડિરેક્ટર ભગદાનદાસ પટેલ, નાયબ વન સંરક્ષક ડૉ. કે. શશીકુમાર અને પ્રતિક પંડ્યા, પ્રાયોજના વહિવટદાર આર.વી. બારીયા સહિત અન્ય પદાધિકારીઓ / અધિકારીઓ, દુર-સુદુરથી વિશાળ સંખ્યામાં પધારેલા આદિવાસી સમાજનાં આગેવાનો-લોકો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામાએ તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી વિશ્વ આદિવાસી ઉજવણીની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, સમાજનો બહોળો વર્ગ આદિવાસી સંસ્કૃતિથી અવગત થાય અને દેશની આઝાદી માટે આદિવાસી સ્વાતંત્ર્યવીરોએ આપેલા યોગદાન વિશે જાણકારી મેળવે અને રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિના વિકાસ માટેની યોજનાઓથી અંતરિયાળ આદિવાસી વિસ્તારના લોકો પરિચિત થાય તેવો હેતુ આ ઉજવણીનો રહેલો છે.

અંતમાં પ્રાયોજના વહિવટદાર આર.વી. બારીયાએ આભારદર્શન કર્યું હતું કે, આ પ્રસંગે આદિવાસી લોકનૃત્યો પણ રજૂ કર્યાં હતાં. કાર્યક્રમના પ્રારંભે કાર્યક્રમ સ્થળ પાસે નંદરાજાની પ્રતિમાને મંત્રી ઇશ્વરસિંહ પટેલ અને અન્ય્ મહાનુભાવોએ પુષ્પવમાળા પહેરાવી આદરાંજલિ અર્પી હતી અને કાર્યક્રમ પૂર્ણ થયે નાંદોદ મામલતદાર કચેરીના નવનિર્મિત ભવનના કંપાઉન્ડમાં મંત્રી પટેલે વૃક્ષારોપણ કર્યું હતું.

Tags:    

Similar News