જયોતિરાદિત્ય સિંધિંયાને ભાજપમાં લાવવા માટે જફર ઇસ્લામની મહત્વની ભુમિકા

Update: 2020-03-11 11:22 GMT

મધ્યપ્રદેશના રાજવી ઘરાનાના અને

કોંગ્રેસના યુવા નેતા જયોતિરાદિત્ય સિંધિંયા બુધવારના રોજ વિધિવત રીતે ભાજપમાં

સામેલ થઇ ગયાં છે. તેમને ભાજપમાં લાવવામાં પ્રવકતા જફર ઇસ્લામે મહત્વની ભુમિકા

ભજવી હોવાની વિગતો સપાટી પર આવી છે. 

જફર ઇસ્લામ ભાજપના પ્રવકતા છે. તેઓ

ભાજપમાં મુખ્ય અને ઉદારવાદી છબી ધરાવતો મુસ્લિમ ચહેરો છે. તેઓ રાજકારણમાં આવતાં

પહેલાં ડયુશ બેંકના એમડી હતાં. તેઓ હાલ ટીવી ચેનલો પર ભાજપનો પક્ષ રાખતા નજરે પડી

રહયાં છે. જયોતિરાદિત્ય સિંધિંયા અને જફર ઇસ્લામ એકબીજાને ઘણા સમયથી ઓળખે છે. તેઓ

દિલ્હી આવતાં ત્યારે જફર ઇસ્લામને જરૂરથી મળતાં હતાં. બુધવારના રોજ પણ જફર ઇસ્લામ

જયોતિરાદિત્યના દિલ્હી સ્થિત નિવાસસ્થાને જોવા મળ્યાં હતાં. તેમની અને

જયોતિરાદિત્ય વચ્ચે અડધો કલાક સુધી બેઠક થઇ હતી અને બાદમાં બંને નેતાઓ સાથે ભાજપના

મુખ્યાલય પહોંચ્યાં હતાં. જયાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ખેસ પહેરાવીને

જયોતિરાદિત્ય સિંધિંયાને ભાજપમાં સામેલ કર્યા હતાં. 

Tags:    

Similar News