ઝારખંડ વિધાનસભા ચૂંટણી: 3જા તબક્કા માટે 17 બેઠકો પર મતદાન શરૂ, દિગ્ગજ નેતા અને મંત્રીઓની શાખ દાવ પર

Update: 2019-12-12 04:31 GMT

ઝારખંડમાં વિધાનસભાની

ચૂંટણીના ત્રીજા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે. ત્રીજા તબક્કાની 17 બેઠકો પર

મતદાન થઈ રહ્યું છે. રાંચી, કાંકે, હટિયા, રામગઢ અને બરકઠ્ઠા વિધાનસભા

મત વિસ્તારોમાં સવારે 7 વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધીમાં મતદાન યોજાશે, જ્યારે બાકીના વિસ્તારોમાં

બપોરે 3 વાગ્યા સુધીમાં મતદાન યોજાશે.

ત્રીજા તબક્કામાં રાંચીથી

શહેરી વિકાસ પ્રધાન ચંદ્રેશ્વર પ્રસાદ સિંહ, કોડરમાથી માનવ સંસાધન વિકાસ મંત્રી નીરા યાદવ

અને ઝારખંડ વિકાસ મોરચાના વડા અને પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડી ધનવર બેઠક

પરથી 

નસીબ અજમાવી રહ્યા છે. જ્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને એજેએસયુના

પ્રમુખ સુદેશ મહટો સિલ્લી વિધાનસભા મત વિસ્તારમાંથી નસીબ અજમાવી રહ્યા છે.

બેરમો બેઠક પર કોંગ્રેસના

રાજેન્દ્ર પ્રસાદસિંહનો સામનો  ભાજપના વર્તમાન ધારાસભ્ય યોગેશ્વર

મહાતો સાથે છે. મતદાનની વાસ્તવિક પરિસ્થિતિ જણાવવા માટે વિવિધ બૂથ પર મતદારોને બૂથ

એપ જારી કરવામાં આવી છે.

આ તબક્કામાં જે 17 બેઠકો પર

ચૂંટણી યોજાઈ રહી છે તેમાંથી બે બેઠકો અનુસૂચિત જાતિ અને એક આદિજાતિ સમુદાય માટે

અનામત છે. અને બાકીની 14 બેઠકો બિનઅનામત છે. ચૂંટણીના આ રાઉન્ડમાં, જ્યારે ઝારખંડ વિકાસ મોરચા

તમામ 17 બેઠકો પર ચૂંટણી લડી રહ્યો છે, ત્યારે ભાજપ ફક્ત 16 બેઠકો પર લડી રહી છે.

Tags:    

Similar News