જુનાગઢ : માંગરોળમાં ભાજપના ઉમેદવારોનું કારસ્તાન, તમે પણ જુઓ શું કર્યું

Update: 2021-02-13 07:53 GMT

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણી પહેલાં રાજકીય માહોલ ગરમાયો છે. ઉમેદવારો મતદારોને રીઝવવા માટે અવનવા નુસખા અજમાવી રહયાં છે. જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચુંટણીમાં ઉમેદવારીપત્રો ભરવા ગયેલાં ભાજપના ઉમેદવારો ઢોલ વાગતાની સાથે ગેલમાં આવી ગયાં હતાં અને ઢોલી પર નાણા ઉડાવ્યાં હતાં.

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે ચુંટણીજંગ ધીમે ધીમે આગળ વધી રહયો છે. મહાનગરપાલિકાઓ બાદ હવે નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં ઉમેદવારીપત્રો ભરાય રહયાં છે. ભાજપ, કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પાર્ટીઓ તથા અપક્ષો ઉમેદવારીપત્રો ભરી રહયાં છે. જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ભાજપે તેના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોની જાહેરાત કરી હતી. ટીકીટ મેળવનારા ઉમેદવારો વાજતે ગાજતે ફોર્મ ભરવા માટે પહોંચ્યાં હતાં. તાલુકા પંચાયતના 20 અને જિલ્લા પંચાયતના 04 ઉમેદવારો તેમના ટેકેદારો સાથે ફોર્મ ભરવા આવ્યાં હતાં. દરમિયાન ઢોલીઓએ થાપ દેતાની સાથે ઉમેદવારો અને ટેકેદારોને 10 -10 રૂપિયાની નોટો ઉડાવવા લાગી હતી.

Tags:    

Similar News