મધ્યપ્રદેશથી કમલનાથની વિદાય, પત્રકાર પરિષદ યોજી રાજીનામું જાહેર કર્યું, ભાજપ પર કર્યા પ્રહાર

Update: 2020-03-20 12:56 GMT

મધ્યપ્રદેશમાં ફ્લોર ટેસ્ટ પહેલા મુખ્ય પ્રધાન કમલનાથે આજે રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપતા પહેલા કમલનાથે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર સરકારને અસ્થિર બનાવવાનો આરોપ લગાવ્યો હતો.

મધ્યપ્રદેશનું રાજકીય નાટક 17 દિવસ પછી સમાપ્ત થયું છે. ફ્લોર ટેસ્ટ પહેલા મુખ્યમંત્રી કમલનાથે રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. રાજીનામું આપતા પહેલા કમલનાથે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર કોંગ્રેસ સરકારને અસ્થિર બનાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે બીજેપીને યાદ રાખવું જોઈએ કે આવતીકાલ અને દિવસ પણ આવશે. બધી સત્યતા જાહેર થશે.

ભાજપ પર ઘણા આક્ષેપો કરતા કમલનાથે કહ્યું કે ભાજપે 22 ધારાસભ્યોને બંધક બનાવ્યા છે અને આ આખો દેશ બોલી રહ્યો છે. કરોડો રૂપિયા ખર્ચ કર્યા બાદ રમત રમવામાં આવી રહી છે. એક મહારાજ અને તેના 22 સાથીદારો સાથે મળીને ષડયંત્ર રચ્યું તેનું સત્ય ટૂંક સમયમાં જાહેર થશે.

સીએમ કમલનાથે કહ્યું કે અમે વિધાનસભામાં ત્રણ વાર બહુમતી સાબિત કરી. ભાજપ દ્વારા લોકો સાથે દગો કરવામાં આવી રહ્યો છે અને લોકશાહી મૂલ્યોની હત્યા કરવામાં આવી છે, લોકો તેમને ક્યારેય માફ નહીં કરે. કમલનાથે કહ્યું કે મારા કાર્યકાળ દરમિયાન ભાજપે અમારી કાર્યવાહી સામે કાવતરું ઘડ્યું, પહેલા દિવસથી જ આ લોકો અમારી સરકારને તોડવા માંગે છે.

કમલનાથે તેમની ઉપલબ્ધિઓ ગણાવી

રાજીનામું આપતા પહેલા મુખ્યમંત્રી કમલનાથે તેમની સરકારની સિધ્ધિઓ ગણાવી હતી અને કહ્યું હતું કે અમે સામાન્ય લોકો માટે કામ કર્યું હતું, પરંતુ ભાજપથી આ કામ જોઈ શકાયું નહીં. અમારી સરકાર પર કોઈ પણ પ્રકારનો આરોપ લાગ્યો ન હતો. ભાજપે ખેડુતો સાથે છેતરપિંડી કરી અમે ખેડૂતવર્ગ થી સામાન્ય વર્ગ અને રાજ્યના તમામ લોકોના હિતમાં વિકાસમાં નીતિઓ ઘડી વિકાસ કાર્યો કર્યા અમે વચનપત્ર નિભાવવાનો પ્રયાસ કાર્યો હતો.

Similar News