કરછ: જુઓ ભુજના કારીગરો કેમ મુકાયા મુશ્કેલીમાં ?

Update: 2021-01-12 07:40 GMT

કચ્છમાં રણોત્સવની સિઝન વચ્ચે ભુજમાં આવેલા ભુજ હાટ બજારને રીનોવેશનના નામે તાળા મારી દેવાતા સ્થાનિક કારીગરોની રોજગારી પર અસર પહોચી છે.

કચ્છમાં રણોત્સવની સિઝન પૂરબહારમાં ખીલી ઉઠી છે. જિલ્લામાં હજારો પ્રવાસીઓ આવતા હોવાથી સ્થાનિક કારીગરોને પણ કોરોના પછી રોજગારી મળી છે. ભુજમાં પણ સરકાર દ્વારા કારીગરો માટે ભુજ હાટ બનાવાયું છે. જેમાં 58 જેટલા સ્ટોલ છે આ સ્ટોલ કચ્છનાં હેન્ડીક્રાફટ કારીગરોને આપવામાં આવે છે. તેઓ અહીં સ્ટોલમાં લાઈવ વર્કશોપ તેમજ પ્રવાસીઓને વસ્તુઓનું વેચાણ કરતા હોય છે.

આઠ આઠ મહિનાથી કોરોનાના કારણે ધંધો બંધ રહ્યા બાદ હવે જ્યારે પ્રવાસનની સિઝન આવી છે ત્યારે ખરેખર કારીગરો માટે કમાણીનો અવસર છે. તેવામાં રીનોવેશન કામ કરવાના ઓથા હેઠળ ભુજ હાટને 1 મહિનાથી તાળા મારી દેવાયા છે જેથી કારીગરો નારાજ છે, જે લોકો પાસે દુકાન છે તેઓ તો ધંધો કરી લેશે પણ અન્ય કારીગરો કયા જશે તે સવાલ ઊભો થયો છે.

સરકાર પ્રવાસનના નામે ખાનગીકરણને પ્રોત્સાહન આપે છે કારણકે રણોત્સવમાં મોટાભાગે બહારના કારીગરો હોય છે કચ્છનાં કારીગરોને જોઇએ એટલી તક અપાતી નથી બીજી તરફ ભુજ હાટ કે જે સરકાર હસ્તક છે તેમાં સુવિધાઓ હોવા છતાં પ્રવાસીઓ આ કેન્દ્રમાં આવે તે માટે કોઈ વ્યવસ્થા ગોઠવાતી નથી, રોજગારીના સમયે કારીગરોની રોજગારી છીનવાઈ ગઈ છે ત્યારે તંત્ર વૈકલ્પિક વ્યવસ્થા કરે એવી માંગ ઉઠી રહી છે.

આ અંગે તંત્રનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યુ હતું કે ગાંધીનગર સરકારી વિભાગની સૂચનાથી ભુજ હાટ ખાલી કરાવાયું છે જિલ્લા કલેક્ટર આ કેન્દ્રના પ્રમુખ છે જ્યારે રીનોવેશન થઈ જશે ત્યારે કારીગરોને પરત બોલાવશે એવી ખાતરી આપવામાં આવી છે.

Tags:    

Similar News