કરછ: ભુજ નગર સેવા સદન દેવામાં ડૂબી ,જુઓ કેટલું છે દેવુ!

Update: 2021-01-17 10:04 GMT

કચ્છના પાટનગર એવા ભુજ નગરપાલિકાની આવકની સરખામણીએ ખર્ચ વધી જતા નગરપાલિકા દેવાદાર બની ગઈ છે. હાલમાં ભુજ નગરપાલિકાના  માથે ૯૦ કરોડનું લેણું છે સામે પક્ષે લોકો કરવેરા ભરતા નથી જેના કારણે વેરાણી વસુલાત માંડ 25 થી 30 ટકા જેટલી થાય છે.

સામાન્ય રીતે ભુજ નગરપાલિકાને લાઈટ,પાણી સહિતની સવલતો માટે દર વર્ષે 35 કરોડની કરવેરા પેટે આવક થવાનો અંદાજ છે પરંતુ દર વર્ષે વેરા વસુલાતનો આંક 10 કરોડ પર આવી સ્થિર થઈ જાય છે પરિણામે આવક ન થવાથી પાલિકા દેવાદાર બની છે ત્યારે શહેરીજનો કરવેરાની રકમ ભરે તેવી અપીલ નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. વહિવટદાર નીતિન બોડાતે જણાવ્યું હટું  કે, પાણી પુરવઠા નર્મદા સિંચાઈ વિભાગ નગરપાલિકા પાસે ૬૦ કરોડ રૂપિયા માંગે છે,તો પી.જી.વી.સીએલ વિભાગને પણ ૩૦ કરોડ રૂપિયા આપવાના  છે. દર મહિને સ્ટ્રીટલાઈટ તેમજ રાવલવાડી, શિવકૃપાનગર સહિતની  ટાંકીઓમાં મોટરના વીજબિલ પેટે રૂપિયા ૬૦ લાખનું બિલ આવે છે. નગરપાલિકા માત્ર ૩૦ લાખ બિલ ભરી શકે તેમ છે. ભુજની અંદાજીત વસ્તી ત્રણ લાખની છે પરંતુ તમામ લોકો વેરા ભરતા નથી મોટા બાકીદારો વર્ષોથી એક રૂપિયો પણ ભરતા નથી પરિણામે કરોડો રૂપિયાના દેવા વધી ગયા છે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ભુજને મહાનગર પાલિકાનો દરજ્જો મળે એ માટે પણ ચળવળ શરૂ થઈ ગઈ છે.

Tags:    

Similar News