કચ્છ : ભુજમાં ભર શિયાળે વકરી પાણીની સમસ્યા, જુઓ નગરપાલિકાના ચીફ ઓફિસરે શું કહ્યું..!

Update: 2020-12-19 07:11 GMT

કચ્છ જિલ્લામાં હાડ થીજવતી ઠંડી વચ્ચે પાટનગર ભુજમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે. ભર શિયાળે ભુજમાં પાણીની બુમરાડે નગરપાલિકાની પાણી વિતરણ વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે.

કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં એક તરફ હાડ થીજવતી ઠંડી પડી રહી છે. તો બીજી તરફ લોકો માટે પાણીની સમસ્યા પણ તીવ્ર બની છે. ભુજના આરટીઓ રિલોકેશન સાઇટ વિસ્તારમાં આવેલી 8 જેટલી સોસાયટીઓમાં પાણીની તંગી જોવા મળી છે.

ભુજની હિલવ્યું સોસાયટી, સિદ્ધિ વિનાયકનગર, કલાપૂર્ણમ સોસાયટી, યોગસશ્વરધામ, ઓધવ ઈશ્વરનગર, વૃદાવન પાર્ક, મહાપ્રજ્ઞ નગર સહિતના વિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાઈ છે. નગરપાલિકા દ્વારા એક સંપ મારફતે આ તમામ વિસ્તારોમાં એકસાથે પાણી અપાય છે. હાલમાં મશીનમાં ખામી થતા પાણી આવતું નથી, જે અઠવાડિયે કે, પંદર દિવસે મળે છે. ટેન્કર મારફતે પણ પૂરતું પાણી મળતું નથી. યોગ્ય વ્યવસ્થાના અભાવે 400થી 500 પરિવારો પાણી સમસ્યાની બુમરાડ પોકારી રહ્યા છે.

જોકે ભુજના પોષ વિસ્તારમાં પાણીની સમસ્યાઓ જોવા મળી રહી છે, ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, પાણીની સમસ્યા અંગે 8 જેટલી સોસાયટીઓમાંથી રજૂઆત આવી છે. અહી ઉંચાળવાળો વિસ્તાર હોવાથી પાણીની સમસ્યા સર્જાઈ છે. જે આગામી દિવસોમાં હલ થઈ જશે, ત્યારે ભુજ નગરપાલિકા દ્વારા પાણીનું વિતરણ હયાત સ્ટોરેજ અને વ્યવસ્થાના આધારે કરવામાં આવી રહ્યું છે.

Tags:    

Similar News