પ્રેગનન્સી ટેસ્ટ કિટનો ઉપયોગ કરતા પહેલા ધ્યાન રાખો આટલી બાબતોનું

Update: 2021-07-27 11:02 GMT

ગર્ભાવસ્થા વિશે જાણવા માટે મોટા ભાગે લોકો ઘરોમાં સૌથી પહેલા પ્રેગનન્સી કિટનો ઉપયોગ કરતા હોય છે. પણ આ કિટનો ઉપયોગ કરતા પહેલા આપે અમુક વાતો જાણવી જરૂરી છે. અન્યથા આપને ખોટુ રિઝલ્ટ મળી શકે છે.

પ્રેગનન્સી કિટ દ્વારા મહિલાઓના યૂરિનમાં એચસીજી હોર્મોનનું સ્તાર માપવામાં આવે છે. જો મહિલાના યુરિનમાં એચસીજી હોર્મોન છે, તો તે પ્રેગ્નેટ થવાની પુરેપુરી શક્યતા છે. આમ તો મોટા ભાગે પ્રેગનન્સી કિટનો એક જેવો જ ઉપયોગ થતો હોય છે. પણ તેમ છતાં દરેક કિટમાં અમુક આંશિક ફેરફારો હોય છે. જેની જાણકારી પ્રેગનન્સી કિટના પેકેટ પર આપી હોય છે. એટલા માટે પ્રેગનન્સી ટેસ્ટ કરતા પહેલા કિટ પર આપેલા દિશા-નિર્દેશો અવશ્ય વાંચો. પ્રેગનન્સી ટેસ્ટનું રિઝલ્ટ જાણવા માટે થોડો સમય લાગી શકે છે. એટલા માટે આપ સમય જોઈને તેનો ઉપયોગ કરો. જેમાં અંદાજ ન લગાવતા. કારણ કે ટેસ્ટનું રિઝલ્ટ આવવામાં આપનું અનુમાન ખોટુ હોઈ શકે છે. જેના કારણે ખોટુ રિઝલ્ટ પણ આવી શકે છે.

પોઝિટીવ રિઝલ્ટ જાણવા માટે લગભગ 9 મીનિટથી 10 મીનિટ અને 30 સેકન્ડ જેટલો સમય લાગી શકે છે. મહિલાઓને પ્રેગનન્સી ટેસ્ટ લેવા માટે સવારે પહેલા યુરિનનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે આ સમયે પેશાબમાં એચસીજી હોર્મોનનું સ્તર વધારે હોય છે. જેના કારણે પ્રેગનન્સી ટેસ્ટ રિઝલ્ટ સચોટ આવવાની સંભાવના વધી જાય છે. જો સવારે ટેસ્ટ નથી કરતા તો મૂંઝાવાની જરૂર નથી. આપ ચાર કલાક સુધી પેશાબ ન કરો, અને ત્યાર બાદ યુરિન ટેસ્ટ કરી શકો છો.

Tags:    

Similar News