લાયન્સ કલબ અંકલેશ્વર દ્વારા આઇ કેમ્પ યોજાયો

Update: 2018-10-07 07:41 GMT

લાયન્સ સ્કુલ અંકલેશ્વર ખાતે યોજાયેલ આઇ કેમ્પમાં આંખના રોગોના ચેકાપ સાથે મફત ચશ્માનું વિતરણ પણ કરાયું

અંકલેશ્વર લાયન્સ સ્કુલ ખાતે લાયન્સ કલબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરીયા,લાઇન્સ કલબ ઓફ અંકલેશ્વર વુમન અને સેન્ટર ફોર સાઇટ બરોડાના સહયોગથી આઇ કેમ્પ યોજાયો હતો.

[gallery data-size="full" td_select_gallery_slide="slide" ids="68184,68185,68186,68187"]

આ આઇ કેમ્પના મુખ્ય મહેમાન તરીકે અંકલેશ્વરના એસ.ડી.એમ રમેશભાઇ ભગોરા તેમજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના મહેશભાઇ પટેલ ખાસ ઉપસ્થીત રહ્યા હતા. આઇ કેમ્પમાં દર્દીઓની આંખની મફત તપાસ તેમજ મફત મોતીયાના ઓપરેશનો અને મફત ચશ્મા વિતરણ કરવામાં આવ્યા હતા. જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

 

Similar News