મહેસાણા : કંથારવી ગામે ચાલતી ટીફીન સેવા, વિના મુલ્યે આપવામાં આવે છે ભોજન

Update: 2020-02-02 11:05 GMT

મહેસાણા

જિલ્લાના કંથરાવી ગામના રામદેવ અન્નક્ષેત્રના માધ્યમથી અનોખી ટીફીન સેવા ચાલી રહી

છે જેના થકી 28 જેટલા

ગામોના જરૂરીયાત મંદ લોકોને તેમના ઘર સુધી વિનામુલ્યે ભોજન પહોંચાડવામાં આવે છે.  

ઊંઝા

તાલુકામાં આવેલા કંથરાવી ગામમાં રામદેવપીર દાદાનું અન્નક્ષેત્ર આવેલું છે. ઓટલા પર

રોટલાના શિર્ષક હેઠળ અનોખી ટીફીન સેવા ચલાવવામાં આવી રહી છે. અન્નક્ષેત્રમાં ભોજન

પીરસવાની સાથે આસપાસ આવેલાં 28 ગામોના જરૂરીયાત મંદ લોકો સુધી ભોજન પહોંચાડવામાં આવે છે. એક સમયમાં 300થી વધારે લોકોને ભોજન આપવામાં આવી રહયું

છે. 

કંથરાવી

ગામના રામદેવપીરના ઓટલા પર રોટલો મળી રહે તે માટે બસ સ્ટેન્ડ પાસે ના રામદેવપીરના

મંદિરે આજથી ૧૦ વર્ષ પહેલા ગામના જરૂરીયાત વાળા વ્યક્તિઓને મંદિર પરિસરમાં

બોલાવીને પ્રથમ બે ટાઈમ ભોજન બનાવીને આપવામાં આવતું હતું. જેનું પ્રથમ સંચાલન

ગામના નરસીભાઈ પટેલે કર્યું હતું. આજે ભોજન સેવાનો વ્યાપ 28 ગામો સુધી પહોંચી ગયો છે. માનવીઓની સાથે

શ્વાનો માટે પણ અલગથી ભોજન બનાવવામાં આવે છે. અન્નક્ષેત્રમાં અનેક સખાવતીઓ તરફથી

દાનની સરવાણી પણ વહાવવામાં આવી રહી છે.

Tags:    

Similar News