નર્મદા: રાજપીપળાના બજારોમાં નગર સેવા સદન દ્વારા સેનેટાઈઝરનો છંટકાવ શરૂ કર્યો

Update: 2021-04-13 10:48 GMT

નર્મદા જિલ્લાના રાજપીપળામાં વેપારીઓએ સ્વૈરછીક લોકડાઉન પાળ્યા બાદ નગર સેવા સદન દ્વારા બજારોમાં સેનેટાઇઝરનો છંટકાવ કરવાનું શરૂ કર્યું છે.

નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા વિસ્તારમાં આજે સ્વયંભૂ બંધ રહેતા નગરપાલિકા દ્વારા સમગ્ર વિસ્તાર ને સેનેતાઇઝ કરવામાં આવ્યું હતું. કોરોનાની મહામારીમાં માસ્ક સેનેતાઇઝર અને રસીકરણ જ અગત્ય નું છે ત્યારે નગરપાલિકાના પ્રમુખની આગેવાનીમાં રાજપીપળાના દરેક વિસ્તારને સેનેટાઇઝ કરવામાં આવી રહ્યા છે અને ત્રણ દિવસમાં બંધને કારણે લોકોની અવર જવર પણ ઓછી છે ત્યારે નગરપાલિકા દ્વારા આ તમામ વિસ્તાર ને સેનેતાઈઝ કરવામાં આવી રહ્યા છે। લોકોએ પણ તંત્રને સહયોગ આપ્યો હતો અને દુકાન બંધ રાખી હતી.

Similar News